IND vs PAK / પાકિસ્તાને જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા; અભિષેક અને કુલદીપને મળ્યું સ્થાન
આજે કોલંબોમાં T20 વર્લ્ડ કપ 2026ની હાઈ વોલ્ટેજ મેચ એટલે કે ભારત અને પાકિસ્તાનની મેચ રમાઈ રહી છે. આ મેચ આર.

આજે કોલંબોમાં T20 વર્લ્ડ કપ 2026ની હાઈ વોલ્ટેજ મેચ એટલે કે ભારત અને પાકિસ્તાનની મેચ રમાઈ રહી છે. આ મેચ આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં પાકિસ્તાનના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમોએ અત્યાર સુધીમાં T20 વર્લ્ડ કપ 2026માં બે-બે મેચ જીતી છે. બંને ટીમો 4-4 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-2 પર છે, આજની મેચ જીતનાર ટીમ 6 પોઈન્ટ મેળવશે અને સુપર 8માં સ્થાન મેળવશે. બીમારીના કારણે નામિબિયા સામેની મેચ મિસ કરનાર અભિષેક શર્માની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી થઈ છે. આ સાથે અર્શદીપ સિંહની જગ્યાએ કુલદીપ યાદવને સ્થાન મળ્યું છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ.
પાકિસ્તાન: સેમ અયુબ, સાહિબજાદા ફરહાન, સલમાન આગા (કેપ્ટન), બાબર આઝમ, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, ફહીમ અશરફ, ઉસ્માન ખાન (વિકેટકીપર), શાહીન આફ્રિદી, અબરાર અહેમદ, ઉસ્માન તારિક.






