પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમ પર મેચ ફિક્સિંગનો આરોપ
પાકિસ્તાન ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ કપથી બહાર થયાં બાદ વિવાદોમાં ઘેરાયેલી છે. હવે આ ટીમ અને કેપ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ કપથી બહાર થયાં બાદ વિવાદોમાં ઘેરાયેલી છે. હવે આ ટીમ અને કેપ્ટન બાબર આઝમ પર મેચ ફિક્સિંગના આરોપ પણ લાગી રહ્યાં છે. આ આરોપ કોઈ વિદેશી નહીં પરંતુ પાકિસ્તાનના જ પત્રકારે લગાવ્યાં છે. પાકિસ્તાની ટીમ ટી20 વર્લ્ડ કપમાં અમેરિકા અને ભારત સામે હારી ગઈ હતી. જેના કારણે પાકિસ્તાન સુપર-8 માટે ક્વોલિફાય કરી શક્યું નહીં.
કેપ્ટન બાબર આઝમ પર મેચ ફિક્સિંગના આરોપ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાબર આઝમ પર મેચ ફિક્સ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. વીડિયો પાકિસ્તાનના પત્રકાર મુબાશિર લુકમાનનો છે. મુબાશિર પાકિસ્તાનની હારને બાબર આઝમને મળેલી મોંઘી ગિફ્ટ સાથે જોડે છે.




