એશિયા કપમાં પાકિસ્તાનનું નાટક, બોયકોટની ધમકી બાદ મેદાનમાં ઉતરી ટીમ
એશિયા કપમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમનું નાટક જોવા મળ્યું હતું. પાકિસ્તાનની ટીમે ભારત સામે મેચ રવિવ

એશિયા કપમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમનું નાટક જોવા મળ્યું હતું. પાકિસ્તાનની ટીમે ભારત સામે મેચ રવિવારે રમાયેલી મેચ બાદ નો હેન્ડશેક વિવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને એશિયા કપમાં બોયકોટની ધમકી આપી હતી. એક કલાક સુધી ચાલેલા વિવાદ બાદ PCB અને ICC વચ્ચે બેઠક બાદ પાકિસ્તાનની ટીમ મેચ રમવા માટે તૈયાર થઇ હતી. પાકિસ્તાનની ટીમે મેચ રેફરી એન્ડી પાયક્રૉફ્ટને હટાવવાની તેમજ સૂર્યકુમાર યાદવ પાસે માફીની માંગ કરી હતી. જોકે, આ બન્ને માંગ ICCએ ફગાવી દેતા પાકિસ્તાન છેલ્લે યુએઇ સામે મેચ રમવા માટે તૈયાર થયું હતું.
PCB અને ICC વચ્ચે વાતચીત થઇ
PCB અધ્યક્ષ મોહસીન નકવી અને રમીઝ રાજા વચ્ચે વાતચીત થઇ હતી. બન્ને દુબઇના અધિકારીઓના સંપર્કમાં હતા. મેચ એક કલાક મોડી શરૂ થઇ હતી.. પાકિસ્તાને ICCને 2 ડિમાન્ડ રાખી હતી. પ્રથમ માંગ છે કે ભારત-પાકિસ્તાન મેચના રેફરી એન્ટી પૉયક્રાફ્ટ માફી માંગે અને બીજી માંગ છે કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર પેનલ્ટી લગાવવામાં આવે, કારણ કે તેને પહેલગામનો ઉલ્લેખ કરતા તેને રાજકીય રૂપ આપ્યું છે. જોકે, આ બન્ને માંગને સ્વીકારવામાં આવી નહતી.
મહત્ત્વપૂર્ણ છે કે રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરી દીધો હતો. પાકિસ્તાની ટીમે તેના માટે મેચ રેફરી એન્ડી પૉયક્રાફ્ટને જવાબદાર માન્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ તેને લઇને ICCને ફરિયાદ કરી હતી. પાકિસ્તાનની માંગ હતી કે મેચ રેફરીને હટાવવામાં આવે પરંતુ ICCએ આમ કરવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ અટકળો હતી કે પાકિસ્તાન યુએઇ સામે મેચ નહીં રમે.
પાકિસ્તાનની ટીમનો ડ્રામા
રવિવારે ભારત સામે મેચ બાદથી જ પાકિસ્તાનની ટીમ ડ્રામા કરી રહી છે. પહેલા PCBને ધમકી આપી હતી કે જો રેફરીને હટાવવામાં નહીં આવે તો તે યુએઇ સામે મેચનો બૉયકોટ કરશે પરંતુ બાદમાં પાકિસ્તાની ટીમ મેચ રમવા માટે તૈયાર જોવા મળી હતી. પ્રેક્ટિસ માટે પણ ખેલાડીઓ પહોંચ્યા હતા. જોકે, પાકિસ્તાને એક દિવસ પહેલા યોજાનારી પ્રેસ કોન્ફરન્સને રદ કરી દીધી હતી.
મેચના એક કલાક પહેલા પાકિસ્તાનની ટીમ માટે એક બસ હોટલની બહાર ઉભી હતી. યુએઇની ટીમ રમવા માટે મેદાનમાં પહોંચી ચુકી હતી પરંતુ પાકિસ્તાની ટીમે મેચ રમવાનો જ ઇનકાર કરી દીધો હતો.
કેવી રીતે શરૂ થયો વિવાદ
ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં હેન્ડશેક વિવાદ બાદ PCBનો દાવો હતો કે મેચ રેફરી પાયક્રૉફ્ટે કેપ્ટન સલમાન અલી આગાને કહ્યું હતું કે ટોસના સમયે હાથ ના મિલાવે, જે MCCના નિયમો વિરૂદ્ધ છે. ICCના જનરલ મેનેજર વસીમ ખાનને કરવામાં આવેલી ફરિયાદમાં PCBએ કહ્યું કે પાયક્રૉફ્ટની આ કાર્યવાહી MCCના કાયદાનું ઉલ્લંઘન છે અને ક્રિકેટની ભાવના વિરૂદ્ધ પણ છે.
PCBએ ભાર આપતા કહ્યું કે પાયક્રૉફ્ટને એશિયા કપની બાકી રહેલી મેચમાંથી હટાવી દેવો જોઇએ પરંતુ ICCએ આમ કરવાનો ઇનકાર કર્યો હતો.







