Champions Trophy: ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યુલ કર્યું જાહેર, PoK કેન્સલ
પાકિસ્તાનની યજમાનીમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે સુરક્ષાના કારણોસર ત્યાં જવાની ઘસીને ના પાડી દીધી છે

પાકિસ્તાનની યજમાનીમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે સુરક્ષાના કારણોસર ત્યાં જવાની ઘસીને ના પાડી દીધી છે તેવા અહેવાલ સામે આવ્યા હતા. પાકિસ્તાની સરકારે આ ટ્રોફીને પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીર (PoK)માં ફેરવવાનું એલાન કર્યું હતું. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની આપત્તિ બાદ ICCએ તેને રદ કરી દીધું. PoKના કોઈ પણ શહેરમાં ટ્રોફી નહીં જાય. આ સાથે ICCએ ટ્રોફી ટૂરનું નવુ શેડ્યૂલ જાહેર કરી દીધું છે.
ટ્રોફી 12 દિવસની ટૂર માટે ભારત પણ આવશે
ICCએ ટ્રોફી ટૂરનું નવુ શેડ્યૂલ જાહેર કરી દીધું છે, જે હેઠળ ટ્ર્રોફી હવે PoK નહીં જાય. શેડ્યુલ અનુસાર, આ ટ્રોફી 12 દિવસની ટૂર માટે ભારત પણ આવશે. 15 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી આ ટ્રોફી ભારત લવાશે. આ સિવાય બાકીના દેશોમાં પણ આ ટ્રોફી ટૂર માટે લઈ જવાશે.
ટ્રોફી ટૂર શેડ્યૂલ
16 નવેમ્બર - ઈસ્લામાબાદ, પાકિસ્તાન
17 નવેમ્બર – તક્ષશિલા અને ખાનપુર, પાકિસ્તાન
18 નવેમ્બર - એબટાબાદ, પાકિસ્તાન
19 નવેમ્બર - મુર્રી, પાકિસ્તાન
20 નવેમ્બર - નથિયા ગલી, પાકિસ્તાન
22 - 25 નવેમ્બર - કરાચી, પાકિસ્તાન
26-28 નવેમ્બર - અફઘાનિસ્તાન
10-13 ડિસેમ્બર - બાંગ્લાદેશ
15-22 ડિસેમ્બર - દક્ષિણ આફ્રિકા
25 ડિસેમ્બર-5 જાન્યુઆરી - ઓસ્ટ્રેલિયા
6-11 જાન્યુઆરી - ન્યુઝીલેન્ડ
12-14 જાન્યુઆરી - ઈંગ્લેન્ડ
15-26 જાન્યુઆરી - ભારત
27 જાન્યુઆરી - ટુર્નામેન્ટ શરૂ - પાકિસ્તાન








