IND vs NAM / નામિબિયાએ જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા; સંજુ અને બુમરાહની વાપસી
T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયાની બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નામિબિયા સામે રમાઈ રહી છે. આ મે

T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયાની બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નામિબિયા સામે રમાઈ રહી છે. આ મેચમાં નામિબિયા કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ પહેલા બીમાર પડેલો અભિષેક શર્મા આ મુકાબલો મિસ કરશે. તેની બદલે સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. જ્યારે USA સામેની મેચમાં બહાર રહેલો જસપ્રીત બુમરાહ પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યો છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ.
નામિબિયા: લોરેન સ્ટીનકેમ્પ, જાન ફ્રાઈલિંક, જાન નિકોલ લોફ્ટી-ઇટન, ગેરહાર્ડ ઇરાસ્મસ (કેપ્ટન), જેજે સ્મિટ, ઝેન ગ્રીન (વિકેટકીપર), રુબેન ટ્રમ્પલમેન, મલાન ક્રુગર, બર્નાર્ડ શોલ્ટ્ઝ, બેન શિકોન્ગો અને મેક્સ હેન્ગો.






