Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Mumbai Indians beat Kolkata by 6 wickets, Rohit Sharma-Richardson's explosive batting

KKR vs MI: મુંબઈ ઇન્ડિયન્સે કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્મા- રિકલ્ટનની વિસ્ફોટક બેટિંગ

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
KKR vs MI: મુંબઈ ઇન્ડિયન્સે કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્મા- રિકલ્ટનની વિસ્ફોટક બેટિંગ
સોર્સ : Google

રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની બીજી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાઈ હતી. આ મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે થયો હતો, જ્યાં મુંબઈ ઇન્ડિયન્સે 6 વિકેટથી વિજય મેળવ્યો હતો. આ મુકાબલામાં, ટોસ જીતીને, મુંબઈએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રહાણે અને રઘુવંશીની અડધી સદીની મદદથી, KKR એ મુંબઈ માટે 221 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને હાર્દિક પંડયાની ટીમે સફળતાપૂર્વક ચેઝ કરી લીધો હતો. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રોહિત શર્મા અને રયાન રિકલ્ટને વિસ્ફોટક બેટિંગ કરી હતી. રોહિતે KKR સામેની મેચમાં માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, જે IPL ઇતિહાસમાં 'હિટમેન'ની સૌથી ઝડપી ફિફ્ટી છે.

App Store

11 વર્ષ બાદ રોહિતે પોતાનો જ રેકોર્ડ તોડ્યો

આ પહેલા રોહિતની સૌથી ઝડપી IPL અડધી સદી 2015ના ફાઇનલમાં આવી હતી, જ્યારે તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 25 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. હવે 11 વર્ષ બાદ તેણે પોતાનો જ રેકોર્ડ તોડીને 23 બોલમાં અડધી સદી ફટકારી દીધી છે.

6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા

રોહિત શરૂઆતથી જ ખૂબ જ આક્રમક અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે પાવરપ્લેનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને કોલકાતાના બોલરો પર સતત દબાણ બનાવી રાખ્યું. તેની બેટિંગમાં એ જ જૂની લય અને આત્મવિશ્વાસ જોવા મળ્યો, આ મુકાબલામાં રોહિત શર્માએ 38 બોલમાં 78 રન બનાવ્યા હતા. પોતાની આ ઇનિંગમાં રોહિત શર્માએ 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.

IPLમાં ફટકારી 50મી ફિફ્ટી

આ ઇનિંગની સાથે રોહિત શર્મા IPL ઇતિહાસમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર કરનારા બેટ્સમેનોની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. હવે તેના નામે IPLમાં 50 વખત 50 કે તેથી વધુ રનનો સ્કોર નોંધાયેલો છે. આ યાદીમાં સૌથી ઉપર વિરાટ કોહલી છે, જેણે 72 વખત 50 પ્લસ સ્કોર બનાવ્યો છે. બીજા સ્થાને ડેવિડ વોર્નર (66 વખત) અને ત્રીજા નંબરે શિખર ધવન (53 વખત) 50થી વધુ રન બનાવી ચૂક્યા છે. જ્યારે કે.એલ. રાહુલ 45 વખત 50 પ્લસ સ્કોર સાથે પાંચમા સ્થાને છે.

રોહિતની આ ઇનિંગ માત્ર એક રેકોર્ડ સુધી સીમિત રહી નથી, પરંતુ તેણે એ પણ સાબિત કર્યું કે તે હજુ પણ મુંબઈ ઇન્ડિયન્સનો સૌથી મોટો મેચ વિનર છે. IPL 2026માં તેનો આ આકરો અંદાજ ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે