મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

મોહમ્મદ શમીની વાપસીની રાહ પૂરી થશે, આ સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ખુલશે દરવાજા

બધા મોહમ્મદ શમીના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. વર્લ્ડ કપ 2023 ફાઈનલ પછીથી તે ઈન્ટરનેશનલ ક્

મોહમ્મદ શમીની વાપસીની રાહ પૂરી થશે, આ સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ખુલશે દરવાજા

બધા મોહમ્મદ શમીના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. વર્લ્ડ કપ 2023 ફાઈનલ પછીથી તે ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. આ ICC ટૂર્નામેન્ટમાં તે ઈજા સાથે પણ રમ્યો હતો. ટૂર્નામેન્ટ સમાપ્ત થયા પછી, તેણે સર્જરી કરાવી, પરંતુ તેની ફિટનેસ અંગેની સમસ્યા હજુ પણ યથાવત છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતને તેની ખોટ લાગી હતી. પરંતુ હવે ભારતીય ફેન્સની રાહનો અંત આવવાનો છે કારણ કે એવા અહેવાલો આવ્યા છે કે મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામેની આગામી ઘરેલુ લિમિટેડ ઓવરની સિરીઝમાં વાપસી કરી શકે છે અને આ સિરીઝમાં સારું પ્રદર્શન કરીને તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીમાં કેવી હશે ભારતીય ટીમ, શું કેએલ રાહુલ-શમીને મળશે તક?

એક અહેવાલ મુજબ, નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) ની મેડિકલ ટીમ શમી પર નજર રાખી રહી છે. સર્જરી પછી, તેના ઘૂંટણમાં હળવો સોજો આવ્યો હતો જેના કારણે તે તાજેતરમાં પૂર્ણ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા જઈ નહતો જઈ શક્યો.

વિજય હજારે ટ્રોફી રમી રહ્યો છે

હાલમાં, તે વિજય હજારે ટ્રોફીમાં બંગાળની ટીમનો ભાગ છે અને ગુરુવારે હરિયાણા સામે પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં રમવા માટે તૈયાર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે NCAના ઓછામાં ઓછા એક ફિઝિયો અથવા ટ્રેનર તેની સાથે છે.

BCCI પસંદગી સમિતિના સભ્યો બરોડામાં વિજય હજારે ટ્રોફીની નોકઆઉટ મેચોમાં હાજરી આપે તેવી અપેક્ષા છે અને તે શમીના પ્રદર્શનની પણ નોંધ લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની બોલિંગ પર કોઈ ખાસ અસર નથી અને તેના ઘૂંટણમાં પણ વધુ સમસ્યા નથી. શમીને ભારતીય ટીમમાં પાછા ફરવા માટે NCA તરફથી ગ્રીન સિગ્નલની જરૂર પડશે.

શમી ઉપરાંત, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ NCA રિપોર્ટની રાહ જોઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કરનાર બુમરાહને સિડનીમાં રમાયેલી અંતિમ ટેસ્ટ દરમિયાન પીઠમાં ઈજા થઈ હતી. શમીની જેમ, તેને પણ ટીમમાં પાછા ફરવા માટે NCAની મંજૂરીની જરૂર પડશે.

આ સમાચાર શેર કરો