મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024: ઋષભ પંતને દંડ ફટકારવો જોઈએ, દિલ્હી કેપિટલ્સના કેપ્ટનની હરકતથી નારાજ થયો ગિલક્રિસ્ટ

શુક્રવારે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે IPL 2024ની મેચ દરમિયાન ઑન-ફિલ્ડ અમ્પાયર સાથે રિષભ પંતની બહેસથી

IPL 2024: ઋષભ પંતને દંડ ફટકારવો જોઈએ, દિલ્હી કેપિટલ્સના કેપ્ટનની હરકતથી નારાજ થયો ગિલક્રિસ્ટ

શુક્રવારે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે IPL 2024ની મેચ દરમિયાન ઑન-ફિલ્ડ અમ્પાયર સાથે રિષભ પંતની બહેસથી ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટ નારાજ થયા હતા. ગિલક્રિસ્ટનું માનવું છે કે મેચ દરમિયાન બિનજરૂરી ચર્ચાઓમાં પડવાને બદલે અમ્પાયરોએ રમત પર વધુ નિયંત્રણ રાખવું જોઈએ. અમ્પાયર પાસે ખેલાડીઓ પર દંડ લગાવવાની સત્તા આપવી જોઈએ.
 
આ ઘટના લખનૌની ઈનિંગની ચોથી ઓવરમાં બની હતી જ્યારે ઈશાંત શર્માનો બોલ દેવદત્ત પડિક્કલના પગ પાસેથી પસાર થયો. દિલ્હી કેપિટલ્સે અમ્પાયરના નિર્ણયને પડકાર્યો હતો અને રિવ્યુ લીધો હતો અને રિપ્લેમાં જાણવા મળ્યું હતું કે, બોલ પડિકલના પગના કોઈપણ ભાગમાં વાગ્યો ન હતો. આવી સ્થિતિમાં તેને વાઈડ બોલ કહેવામાં આવ્યો હતો. જો કે એ પછી પંત ચર્ચા કરતા કહ્યું કે તેણે રિવ્યુ માગ્યો નહોતો. 

આ પછી, રિપ્લેમાં જાણવા મળ્યું કે પંતે રિવ્યુ માટે હાથ ઉંચા કર્યા હતા, પરંતુ તે સ્પષ્ટ નથી થયું કે, તે તેના ખેલાડીને રિવ્યૂ વિશે પૂછી રહ્યો હતો કે અમ્પાયર પાસેથી રિવ્યૂની માંગ કરી રહ્યો હતો. આ મૂંઝવણને કારણે અમ્પાયર અને પંત વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. 
 
આ પછીથી ગિલક્રિસ્ટે કહ્યું કે પંત અને અમ્પાયર વચ્ચેની લગભગ 5 મિનિટની વાતચીત થોડી ઉગ્ર હતી. તે વધુ સરળ અને સંક્ષિપ્ત હોવી જોઈએ. જ્યાં મેદાન પરના અમ્પાયરે કેપ્ટનને નિર્ણયની જાણ કર્યા પછી જ આગળ વધવું જોઈતું હતું. ગિલક્રિસ્ટે વધુમાં કહ્યું કે જો કોઈ ખેલાડી વાતચીતને આગળ લઈ જાય તો અમ્પાયરોને તેના પર દંડ કરવાનો અધિકાર મળવો જોઈએ.
 
ગિલક્રિસ્ટે કહ્યું કે, મેં આજે એક વધુ ઉદાહરણ જોયું. જ્યાં અમ્પાયરોને રમત પર વધુ સારી રીતે નિયંત્રણ રાખવાની જરૂર છે, તમામ ફોર્મેટ માટે છે. તેઓએ વસ્તુઓને રજૂ કરવા વધુ સારું કામ કરવું પડશે. આ બાબતે વિવાદ થયો કે શું ઋષભ પંતે રિવ્યુ માગ્યો હતો. તે એક ગેરસમજ હતી. મારું માનવું છે કે તે ત્યાં જ ઊભા રહીને 3થી 4 મિનિટ આ બાબતે વાત કરતા રહ્યા. આ સરળ વાતચીત હતી પરંતુ એનાથી કોઈ ફરક નથી પડતો કે ઋષભ ગમે તેટલી ફરિયાદ કરી રહ્યો હોય કે અન્ય ખેલાડી ફરિયાદ કરી રહ્યો હોય. અમ્પાયરોએ ફક્ત એટલું જ કહેવું જોઈએ કે 'તે સમાપ્ત થઈ ગયું છે' અને જો તેમ છતાં ખેલાડી એમ્પાયર સાથે ચર્ચા ચાલુ રાખે તો દંડ ફટકારવો જોઈએ.

આ સમાચાર શેર કરો