ફૂટબોલર મેસ્સીના ભારતીય ફેન્સ માટે સારા સમાચાર, આર્જેન્ટીનાની ટીમ કેરળમાં રમશે મેચ
સ્ટાર ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીના ભારતીય ફેન્સ માટે સારા સમાચાર છે. આ સ્ટાર ખેલાડી

સ્ટાર ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીના ભારતીય ફેન્સ માટે સારા સમાચાર છે. આ સ્ટાર ખેલાડી અને તેની નેશનલ ટીમ આર્જેન્ટીના ભારત આવીને ઇન્ટરનેશનલ મેચ રમતી જોવા મળશે. કેરળ સરકારે ઇન્ટરનેશનલ મેચના આયોજનનું યોજના તૈયાર કરી છે. આર્જેન્ટીનાના ટીમ મેનેજમેન્ટે તેનો સ્વીકાર પણ કર્યો છે. કેરળના રમત મંત્રી વી.અબ્દુરહીમાને આ જાહેરાત કરી છે. જોકે, હજુ સુધી આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી કે આર્જેન્ટીના આ મેચ કઇ ટીમ વિરૂદ્ધ રમશે.
કેરળના રમત મંત્રી વી.અબ્દુરહીમાને જણાવ્યું કે સરકારે આર્જેન્ટીનાની એક ઇન્ટરનેશનલ મેચનું આયોજન કરવાની યોજના બનાવી છે જેને 50 હજાર દર્શક સ્ટેડિયમમાં આવીને જોઇ શકશે.
આ પણ વાંચો: આજે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં ટકરાશે ભારત અને ચીન, જાણો લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
આ હાઇ પ્રોફાઇલ ફૂટબોલ મેચના આયોજન માટે તમામ નાણાકીય સહાય રાજ્યના વેપારીઓ દ્વારા કરવામાં આવશે. રાજ્યના રમત મંત્રીએ કહ્યું કે, 'દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સી સહિત આર્જેન્ટીનાની ફૂટબોલ ટીમ આવતા વર્ષે એક આંતરરાષ્ટ્રીય મેચ માટે રાજ્યનો પ્રવાસ કરશે. આર્જેન્ટીના ટીમ મેનેજમેન્ટ આ મામલે ઓફિશિયલ જાહેરાત કરશે.'
મંત્રીએ કહ્યું કે ફૂટબોલ ટીમના લોકો દોઢ મહિનાની અંદર કેરળ આવશે. સરકારે આ મામલે આર્જેન્ટીનાની નેશનલ ટીમ મેનેજમેન્ટ સાથે સંયુક્ત જાહેરાત કરવાનો નિર્ણય કર્યો છે. એક સવાલના જવાબમાં તેમને કહ્યું કે ટીમના આગમન પર અંતિમ નિર્ણય લઇ લેવામાં આવ્યો છે અને તેમાં કોઇ બદલાવ નથી. મંત્રીએ કહ્યું કે, સરકાર સીધી રીતે મેચ, સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓ પર નજર રાખશે. મેચના આયોજનનું સ્થળ અને વિરોધી ટીમ વિશે બાદમાં નિર્ણય લેવામાં આવશે.





