બુમરાહ-જાડેજા કે શ્રેયસ અય્યર, ત્રણમાંથી કોણ છે સૌથી અમીર? અહીં જાણો આ ખેલાડીઓની નેટવર્થ
6 ડિસેમ્બર ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે ભારતના ઘણા સ્ટાર ક્રિકેટરોનો જન્મ થયો હતો. જે

6 ડિસેમ્બર ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે ભારતના ઘણા સ્ટાર ક્રિકેટરોનો જન્મ થયો હતો. જેમાં મુખ્યત્વે આજના એક્ટિવ ક્રિકેટર જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને શ્રેયસ અય્યરના નામનો સમાવેશ થાય છે. ત્રણેય સ્ટાર ખેલાડીઓ 6ઠ્ઠી ડિસેમ્બરે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને તેમાંથી કોઈને પણ પરિચયની જરૂર નથી. આ ત્રણેય ખેલાડીઓ ક્રિકેટના મેદાન પર ફેમની સાથે ઘણી સંપત્તિ પણ કમાણા છે. પરંતુ શું તમે જાણો છો કે ત્રણમાંથી સૌથી અમીર કોણ છે? કોની પાસે સૌથી વધુ પૈસા છે? તો ચાલો આજે જસપ્રીત, શ્રેયસ અને રવિન્દ્રના જન્મદિવસના ખાસ અવસર પર અમે તમને આ ક્રિકેટર્સની નેટવર્થ વિશે જણાવીએ.
આ પણ વાંચો: 6 ડિસેમ્બરે જન્મદિવસ ઉજવનારા ખેલાડીઓની પ્લેઈંગ ઈલેવન, જસપ્રિત બુમરાહ સહિત આ ભારતીયો પણ સામેલ
જસપ્રીત બુમરાહની નેટવર્થ
જસપ્રીત બુમરાહ, જે બુમ-બુમ બુમરાહ તરીકે પ્રખ્યાત છે, તે હાલમાં વિશ્વના મહાન બોલરોમાંથી એક છે. તેનો જન્મ 6 ડિસેમ્બર 1993ના રોજ અમદાવાદમાં થયો હતો. તેની બોલિંગ ક્રિકેટમાં દરેક બેટ્સમેન માટે પડકાર છે. પોતાની શાનદાર રમતના કારણે બુમરાહે પોતાને મહાન ખેલાડીઓની યાદીમાં સામેલ કરી લીધો છે. કમાણીના મામલામાં પણ બુમરાહ ઘણો આગળ છે. તેની આવકના સ્ત્રોત BCCIનો વાર્ષિક કોન્ટ્રકટ, IPL ફી, આંતરરાષ્ટ્રીય મેચ ફી અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીતની નેટવર્થ લગભગ 60 કરોડ રૂપિયા છે. મુંબઈ ઉપરાંત અમદાવાદમાં પણ તેનું ઘર છે.
રવિન્દ્ર જાડેજાની નેટવર્થ
બોલ અને બેટ બંને વડે કમાલ કરનાર રવિન્દ્ર જાડેજા ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં ટોપ ઓલરાઉન્ડરોમાંથી એક છે. રવીન્દ્ર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર 1988ના રોજ જામનગર, ગુજરાત ખાતે થયો હતો. જાડેજા તેના પરિવાર સાથે ગુજરાતના જામનગરમાં 'રોયલ નવઘણ' નામના આલીશાન બંગલામાં રહે છે, જેની કિંમત કરોડોમાં છે. જાડેજાના જામનગરમાં વધુ ત્રણ મકાનો પણ છે. આ સિવાય તેની પાસે એક ભવ્ય ફાર્મ હાઉસ પણ છે. જાડેજા ઘણીવાર તેના ફાર્મ હાઉસ પર ઘોડેસવારીનો આનંદ માણે છે. રિપોર્ટ્સ અનુસાર જાડેજાની નેટવર્થ 120 કરોડ રૂપિયા છે.
શ્રેયસ અય્યરની નેટવર્થ
ટીમ ઈન્ડિયાનો યુવા અને સ્ટાઇલિશ ક્રિકેટર શ્રેયસ અય્યર પણ ઘણો અમીર છે. તેનો જન્મ 6 ડિસેમ્બર 1994ના રોજ મુંબઈમાં થયો હતો. તાજેતરમાં, તેને IPL 2025ના મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તે IPL ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. IPL ઉપરાંત, ઐયરની આવકનો સ્ત્રોત BCCIનો કોન્ટ્રાક્ટ અને જાહેરાતો પણ છે. ભારતના આ સ્ટાર બેટ્સમેનની નેટવર્થ 80 કરોડ રૂપિયા છે.






