Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Know, football legend Lionel Messi's visit to India; Will also visit Ahmedabad, will meet PM Modi

ફૂટબોલ લેજેન્ડ લિયોનેલ મેસ્સીનો ભારત પ્રવાસ; અમદાવાદની પણ લેશે મુલાકાત, PM મોદીને મળશે

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2025
લાઇવ ટીવીGoogle News
ફૂટબોલ લેજેન્ડ લિયોનેલ મેસ્સીનો ભારત પ્રવાસ; અમદાવાદની પણ લેશે મુલાકાત, PM મોદીને મળશે
સોર્સ : GSTV

વિશ્વના લેજેન્ડ ફૂટબોલર લિયોનેલ મેસ્સી ભારતના મહેમાન બની રહ્યા છે. સૌ પ્રથમ તેઓ કોલકાતા આવશે. કોલકાતાના ફૂટબોલ ચાહકોને એક દાયકા પછી મહાન ફૂટબોલર લિયોનેલ મેસ્સીને જોવાની તક મળશે. કોલકાતા પછી વિશ્વ ચેમ્પિયન કેપ્ટન અમદાવાદ, મુંબઈ અને દિલ્હીની પણ મુલાકાત લેશે. આ સાથે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈના વાનખેડે સ્ટેડિયમની બુકિંગ સહિતની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ મેસ્સી તરફથી સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.

App Store

સૂત્રએ જણાવ્યું હતું કે, "કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને અમે મેસ્સી તરફથી સત્તાવાર પુષ્ટિની રાહ જોઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં અમને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ વિશે માહિતી મળશે. હાલમાં પ્રસ્તાવિત કાર્યક્રમ પર સંમતિ સાધી લેવામાં આવી છે. અમે સોશિયલ મીડિયા પર તેમની પુષ્ટિની રાહ જોઈ રહ્યા છીએ જે ટૂંક સમયમાં આવશે."

ઇડન ગાર્ડનમાં GOAT કોન્સર્ટમાં ભાગ લેશે 

કાર્યક્રમ મુજબ, મેસ્સી 12 ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યે કોલકાતા પહોંચશે જ્યાં તેઓ બે દિવસ અને એક રાત રોકાશે. 13 ડિસેમ્બરે સવારે 9 વાગ્યે કોલકાતામાં 'મીટ એન્ડ ગ્રીટ' કાર્યક્રમ યોજાશે, ત્યારબાદ VIP રોડ પર લેકટાઉન શ્રીભૂમિ ખાતે તેમની 70 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. આ પછી, તે ઈડન ગાર્ડન્સ જશે જ્યાં બપોરે ૧૨ થી ૧.૩૦ વાગ્યા સુધી GOAT કપ અને GOAT કોન્સર્ટ થશે.

સૂત્રએ જણાવ્યું હતું કે, "તે સાત ખેલાડીઓની સોફ્ટ ટચ અને સોફ્ટ બોલ મેચ રમશે જેમાં સૌરવ ગાંગુલી, લિએન્ડર પેસ, જોન અબ્રાહમ અને બાઈચુંગ ભૂટિયા પણ ભાગ લેશે. ઈડન ગાર્ડન્સ ખાતે આ ઇવેન્ટ માટે સૌથી ઓછી ટિકિટ કિંમત ૩૫૦૦ રૂપિયા હશે.  ૬૮૦૦૦ દર્શકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ ભરાઈ જશે. મેસ્સી એક કલાક અને ૨૦ મિનિટ માટે ત્યાં રહેશે."

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમનું સન્માન કરી શકે છે. મેસ્સી ૧૩ ડિસેમ્બરે સાંજે અમદાવાદમાં અદાણી ફાઉન્ડેશનના એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેશે. તે ૧૪ ડિસેમ્બરે મુંબઈ પહોંચશે જ્યાં બપોરે ૩.૪૫ વાગ્યે CCI ખાતે 'મીટ એન્ડ ગ્રીટ' કાર્યક્રમ થશે. આ પછી, સાંજે ૫.૩૦ વાગ્યાથી વાનખેડે સ્ટેડિયમ ખાતે GOAT કપ અને કોન્સર્ટ થશે. સૂત્રએ જણાવ્યું હતું કે આ માટે વાનખેડે સ્ટેડિયમ બુક કરવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું હતું કે મેસ્સી એમએસ ધોની અને વિરાટ કોહલી સાથે સાત ખેલાડીઓની ક્રિકેટ મેચ રમી શકે છે પરંતુ સૂત્રએ આ વાતનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું, "મુંબઈમાં કોઈ ક્રિકેટ મેચ નહીં થાય. ભારતીય સેલિબ્રિટીઓની હાજરીમાં સોફ્ટ બોલ અને સોફ્ટ ટચ મેચ થશે જે તેમની સફરની ઉજવણી હશે."

દિલ્હી ખાતે વડાપ્રધાન મોદીને મળશે

આ પછી તેઓ ભારતીય ફૂટબોલ ટીમ સાથે વાત કરી શકે છે. તેઓ 15 ડિસેમ્બરે દિલ્હી આવશે જ્યાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. આ પછી બપોરે 2.15 વાગ્યાથી ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં GOAT કપ અને કોન્સર્ટ થશે. તેઓ દરેક શહેરના બાળકો સાથે માસ્ટર ક્લાસ પણ લેશે. સૂત્રએ જણાવ્યું હતું કે તેમના ભારત પ્રવાસ દરમિયાન કેરળની મુલાકાત લેવાનો કોઈ કાર્યક્રમ નથી. મેસ્સી અગાઉ 31 ઓગસ્ટ 2011 ના રોજ કોલકાતા આવ્યા હતા. જ્યાં તેમણે વેનેઝુએલા સામે આર્જેન્ટિનાની ટીમ સાથે મેચ રમી હતી અને 1-0 થી જીત મેળવી હતી.