મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

350 ફ્લડલાઈટ્સ, 30 હજાર દર્શકોની ક્ષમતા… ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ દરમિયાન જાણો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની ખાસિયતો

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટે

350 ફ્લડલાઈટ્સ, 30 હજાર દર્શકોની ક્ષમતા… ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ દરમિયાન જાણો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની ખાસિયતો

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.

ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે કિવી ટીમે સાઉથ આફ્રિકાને 50 રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. હવે બંને ટીમો વચ્ચે ટાઈટલની જંગ દુબઈમાં છે. આ ફાઈનલ મેચ દરમિયાન, ચાલો જાણીએ તે સ્ટેડિયમ વિશે જ્યાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ રહી છે.

દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની વિશેષતાઓ 

  • દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 25,000થી 30,000 દર્શકોની બેઠક ક્ષમતા છે.
  • દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન 2009માં થયું હતું.
  • આ સ્ટેડિયમ ખાસ કરીને તેની "રિંગ ઓફ ફાયર" લાઈટિંગ સિસ્ટમ માટે જાણીતું છે.
  • સ્ટેડિયમમાં 350 ફ્લડલાઈટ્સનો સમાવેશ થાય છે, જે સ્ટેડિયમની છતની દરેક બાજુએ લગાવવામાં આવી છે.
  • આ સિસ્ટમ મેદાન પર કોઈપણ પડછાયા બનતા અટકાવે છે, આમ ખેલાડીઓના પ્રદર્શનમાં સુધારો થાય છે અને દર્શકોના અનુભવમાં પણ વધારો થાય છે.
  • આ સ્ટેડિયમે ઘણા રેકોર્ડબ્રેક પ્રદર્શન, હાઈ સ્કોરિંગ  મેચો અને ખેલાડીઓના વ્યક્તિગત રેકોર્ડ જોયા છે.
  • જ્યારે પાકિસ્તાનમાં મેચોનું આયોજન શક્ય ન હતું ત્યારે આ સ્ટેડિયમ પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે હોમ ગ્રાઉન્ડ તરીકે ઉપયોગમાં લેવાતું હતું.

દુબઈમાં રન ચેઝ કરતી ટીમને થયો છે ફાયદો

જો આપણે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી 10 મેચોના પરિણામો પર નજર કરીએ તો, ટાર્ગેટ ચેઝ કરતી ટીમે તેમાંથી 7 મેચ જીતી છે. અહીંની પિચ ચોક્કસપણે ધીમી છે, પરંતુ બેટ્સમેનોને સાંજે થોડી રાહત મળે છે. આવી સ્થિતિમાં, ટોસ જીતનાર ટીમ માટે પહેલા બેટિંગ કરવી કે બોલિંગ કરવી તે પસંદ કરવું મુશ્કેલ બની જાય છે. ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધીમાં આ મેદાન પર 4 મેચ રમી છે, જેમાંથી ત્રણમાં રન ચેઝ કરતી વખતે જીત મેળવી હતી. છેલ્લા 10 મેચોમાંથી, આ મેદાન પર ODI મેચમાં ટોસ જીતનાર ટીમને 5 વાર હારનો સામનો કરવો પડ્યો છે.

અત્યાર સુધી અહીં ટૂર્નામેન્ટની 4 મેચ રમાઈ છે, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સેમીફાઈનલ મેચમાં પિચ બેટિંગ માટે વધુ સારી દેખાઈ હતી અને ટીમ ઈન્ડિયાએ 265 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો.

આ સમાચાર શેર કરો