મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

દિગ્ગજ રેસલર જોન સીનાએ WWEમાંથી નિવૃત્તિની કરી જાહેરાત, જાણો ક્યારે અને ક્યાં રમશે છેલ્લી મેચ

વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE )ના દિગ્ગજ રેસલર જોન સીના ટૂંક સમયમાં તેની મહાન કારકિર્દીને અલવિદા કહેવા જઈ ર

દિગ્ગજ રેસલર જોન સીનાએ WWEમાંથી નિવૃત્તિની કરી જાહેરાત, જાણો ક્યારે અને ક્યાં રમશે છેલ્લી મેચ

વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE )ના દિગ્ગજ રેસલર જોન સીના ટૂંક સમયમાં તેની મહાન કારકિર્દીને અલવિદા કહેવા જઈ રહ્યો છે. જોન સીનાએ WWEના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં ઇન-રિંગ સ્પર્ધામાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે 2025માં WWEને અલવિદા કહી દેશે.

જોન સીના કેનેડાના ટોરોન્ટોમાં 'WWE મની ઇન ધ બેંક' શોમાં પરત ફર્યો હતો. તેણે અચાનક એન્ટ્રી કરીને તમામ ફેન્સને ચોંકાવી દીધા હતા. આ પછી તેણે કહ્યું, 'આજે રાત્રે હું સત્તાવાર રીતે WWEમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું.' જોન સીનાની આ જાહેરાતથી તેના ફેન્સ દુખી છે. એક સોશિયલ મીડિયા યુઝરે કોમેન્ટ કરી, 'વિલ મિસ યુ ચેમ્પિયન.' અન્ય એક ફેને લખ્યું- જોન સીના વિના WWE જોવું મુશ્કેલ હશે.

જોન સીનાએ ખુલાસો કર્યો કે તે અત્યારે 'મન્ડે નાઇટ રો' પર રહેવાની યોજના ધરાવે છે. 'મન્ડે નાઇટ રો' શો જાન્યુઆરી 2025માં નેટફ્લિક્સ પર શરૂ થવા જઈ રહ્યો છે. સીનાએ કહ્યું- હું આજે સંન્યાસ નહીં લઈશ. આ વિદાય, તે આજની રાત પૂરી થતી નથી.

તેણે કહ્યું, 'દરેક વ્યક્તિ 'મન્ડે નાઈટ રો'ને આવતા વર્ષે ઈતિહાસ રચતા જોવા માંગે છે. જ્યારે આ શો નેટફ્લિક્સ પર આવશે ત્યારે ઈતિહાસ રચાશે. હું Netflix પર ક્યારેય Rawનો ભાગ રહ્યો નથી, તે ઈતિહાસ છે. તે પ્રથમ વખત છે, અને હું ત્યાં હોઈશ. હું એ ઈતિહાસનો સાક્ષી બનીશ.'

સીનાએ કહ્યું- '2025 રોયલ રમ્બલ અંતિમ હશે. 2025 એલિમિનેશન ચેમ્બર છેલ્લી હશે. અને હું આજે રાત્રે એ જાહેરાત કરવા આવ્યો છું કે લાસ વેગાસમાં રેસલમેનિયા 2025 એ છેલ્લું રેસલમેનિયા હશે જેમાં હું ભાગ લઈશ.'

સીનાએ 2001માં WWE સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો અને તે પછી તેણે સફળતાની સીડીઓ ચડવાનું ચાલુ રાખ્યું હતું. શરૂઆતમાં, તેના અને કર્ટ એન્ગલ વચ્ચેના ઝઘડાની ખૂબ ચર્ચા થઈ હતી. કર્ટ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા છે. 2018માં, જોન સીના WWEથી દૂર થઈ ગયો હતો અને પ્રસંગોપાત જોવા મળતો હતો. તેણે તેની અભિનય કારકીર્દિને આગળ વધારવા માટે આ પગલું લીધું હતું. તે રેકોર્ડ 16 વખત WWE વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. હાલમાં જ તે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ, બાર્બી જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળ્યો છે.

આ સમાચાર શેર કરો