Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Jasprit Bumrah can become 1st Indian bowler to do this

IND vs SA / ઈતિહાસ રચવાથી એક વિકેટ દૂર છે જસપ્રીત બુમરાહ, આ કામ કરનાર પહેલો ભારતીય બોલર બનશે

Timeછેલ્લું અપડેટ : 09 Dec 2025
લાઇવ ટીવીGoogle News
IND vs SA / ઈતિહાસ રચવાથી એક વિકેટ દૂર છે જસપ્રીત બુમરાહ, આ કામ કરનાર પહેલો ભારતીય બોલર બનશે
સોર્સ : GSTV

જસપ્રીત બુમરાહ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20Iમાં ખાસ સદી પૂર્ણ કરવાની નજીક છે. આ રનની સદી નથી, પરંતુ વિકેટની સદી છે. તે ફક્ત એક વિકેટ લઈને ઈતિહાસ રચશે અને એક મોટું કારનામું કરનાર પ્રથમ ભારતીય બોલર બનશે.

App Store

32 વર્ષીય જસપ્રીત બુમરાહ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 99 વિકેટ લઈ ચૂક્યો છે. એક વિકેટ સાથે તે અર્શદીપ સિંહ પછી T20Iમાં 100 વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બનશે.

બુમરાહ આવું કરનાર પ્રથમ બોલર બનશે

અર્શદીપ સિંહે T20Iમાં 100 વિકેટ લીધી છે, પરંતુ કોઈ ભારતીય બોલરે બધા ફોર્મેટમાં ઓછામાં ઓછી 100 વિકેટ લીધી નથી. બુમરાહ આવું કરનાર પ્રથમ બોલર બનવાની કગાર પર છે. બુમરાહ 52 ટેસ્ટની 99 ઈનિંગ્સમાં 234 વિકેટ લીધી છે. તેણે 89 ODIમાં 149 વિકેટ ઝડપી છે.

જસપ્રીત બુમરાહ અગાઉ સાઉથ આફ્રિકા સામે 3 T20I મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 3 વિકેટ લીધી છે. બુમરાહની સૌથી વધુ T20I વિકેટ ઓસ્ટ્રેલિયા સામે છે. બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે 20 T20I વિકેટ લીધી છે, જ્યારે તેણે ન્યુઝીલેન્ડ સામે 12 T20I વિકેટ લીધી છે.

પહેલી T20I ક્યાં જોઈ શકશો?

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પહેલી T20I મંગળવાર, 9 ડિસેમ્બરે રમાશે. મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:00 વાગ્યે શરૂ થશે, ટોસ ભારતીય સમયાનુસાર સાંજે 6:30 વાગ્યે થશે. મેચનું સ્ટાર સ્પોર્ટ્સ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે.

T20I સિરીઝ માટે બંને ટીમોની સ્કવોડ

ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર.

સાઉથ આફ્રિકા: એડન માર્કરમ (કેપ્ટન), ઓટ્ટનીએલ બાર્ટમેન, કોર્બિન બોશ, ડેવાલ્ડ બ્રેવિસ, ક્વિન્ટન ડી કોક, ડોનોવોન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો યાનસન, કેશવ મહારાજ, લુંગી ન્ગીડી, ટ્રિસ્ટન સ્ટબ્સ, એનરિચ નોર્ટજે, ડેવિડ મિલર, જ્યોર્જ લિંડે, લુથો સિપામલા.