IPL 2026ના ઓક્શનમાંથી એક હજારથી વધુ ખેલાડીઓની થઈ છૂટી, હવે રેસમાં છે ફક્ત આટલા નામ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ઓક્શન માટે 1355 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. BCCI દ્વારા આ યાદી બધી ટીમોને પૂરી પાડવામાં આવે છે જેથી તેઓ થોડા નામો પસંદ કરી શકે. હવે BCCIએ ઓક્શન પહેલા 350 ખેલાડીઓની પસંદગી કરી છે જે IPL ઓક્શનનો ભાગ બનશે. આ સાથે 1040 ખેલાડીઓની છૂટી થઈ ગઈ છે અને હવે તેમને આવતા વર્ષે પોતાનું નસીબ અજમાવવાનું રહેશે. તમને જણાવી દઈએ કે કેટલાક ખેલાડીઓએ ઓક્શન માટે રજીસ્ટ્રેશન નહતું કરાવ્યું, પરંતુ BCCIએ તેમને ફાઈનલ લિસ્ટમાં સામેલ કર્યા છે. આવા 35 ખેલાડીઓના નામ ઓક્શન લિસ્ટમાં જોડવામાં આવ્યા છે.
BCCI 350 ખેલાડીઓની યાદી તૈયાર કરી
એક અહેવાલ મુજબ BCCI એ 350 ખેલાડીઓની યાદી તૈયાર કરી છે અને સાઉથ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી ક્વિન્ટન ડી કોકને પણ યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે કારણ કે એક ટીમે તેનું નામ સામેલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગયા વર્ષે તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી, પરંતુ આ વખતે તેણે 1 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ સાથે પ્રવેશવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે કેપ્ડ ખેલાડીઓ પર પહેલા બોલી લગાવવામાં આવશે અને પછી અનકેપ્ડ ખેલાડીઓ પર બોલી લાગશે. 71 થી 350 નંબરના ખેલાડીઓ એક્સિલરેશન રાઉન્ડનો ભાગ બનશે.
IPL ઓક્શન ક્યારે શરૂ થશે?
IPL 2026નું ઓક્શન 16 ડિસેમ્બરે યોજાવાનું છે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ માટે ઓક્શન અબુ ધાબીના એતિહેડ એરેના ખાતે થશે અને ભારતમાં તેનું લાઈવ સ્ટ્રીમિંગ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. ફેન્સ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ઓક્શનનો આનંદ માણી શકશે.
IPL 2026 ઓક્શન માટે 350 ખેલાડીઓની યાદીમાં નવા નામ ઉમેરાયા
વિદેશી ખેલાડીઓ: અરબ ગુલ, માઈલ્સ હેમન્ડ, ડેન લેટેગન, ક્વિન્ટન ડી કોક, કોનર એજટરહુઈઝેન, જ્યોર્જ લિન્ડે, બાયંડા મજોલા, ટ્રેવીન મેથ્યુ, બિનુરા ફર્નાન્ડો, કુસલ પેરેરા, દુનિથ વેલ્લાલાગે, અકીમ અગસ્તે.
ભારતીય ખેલાડીઓઃ સાદેક હુસૈન, વિષ્ણુ સોલંકી, સાબીર ખાન, બ્રિજેશ શર્મા, કનિષ્ક ચૌહાણ, એરોન જ્યોર્જ, જીક્કુ બ્રાઈટ, શ્રીહરિ નાયર, માધવ બજાજ, શ્રીવત્સ આચાર્ય, યશરાજ પુંજા, સાહિલ પારીખ, રોશન વાઘસરે, યશ ડિચોલકર, અયાઝ ખાન, ધૂરમિલ મટકર, નમન પુષ્પક, પરીક્ષિત વલસાંગકર, પુરવ અગ્રવાલ, ઋષભ ચૌહાણ, સાગર સોલંકી, ઈજાઝ સાવરિયા અને અમન શેકાવત.

