Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL's 19th season's schedule will be announced on this day

IPL 2026 / આ દિવસે જાહેર થશે 19મી સિઝનનું શેડ્યૂલ, સામે આવ્યું લીગ સંબંધિત મોટું અપડેટ

Timeછેલ્લું અપડેટ : 06 Mar 2026
લાઇવ ટીવીGoogle News
IPL 2026 / આ દિવસે જાહેર થશે 19મી સિઝનનું શેડ્યૂલ, સામે આવ્યું લીગ સંબંધિત મોટું અપડેટ
સોર્સ : GSTV

T20 વર્લ્ડ કપ 2026 વચ્ચે IPLની 19મી સિઝન અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. એક અહેવાલ અનુસાર, IPL 2026ના નવા એડિશનનું શેડ્યૂલ શુક્રવાર, 6 માર્ચ, સાંજે 7:00 વાગ્યે જાહેર કરવામાં આવશે. BCCIએ શેડ્યૂલ જાહેરાતની તારીખની પુષ્ટિ કરી છે અને શેડ્યૂલ ટૂંક સમયમાં બધા સામે આવશે. આ વખતે IPLનું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર કરવામાં આવશે. સિઝનની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

App Store

IPLનો ઉત્સાહ ક્યારે શરૂ થશે?

IPLની 19મી સિઝન મૂળ 26મી માર્ચે શરૂ થવાની હતી, પરંતુ હવે તે 28મી કે 29મી માર્ચે શરૂ થઈ શકે છે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 31મી મેના રોજ રમાશે. મળતી માહિતી મુજબ, આ સિઝનની પહેલી મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ સાથે RCB ટીમ આ સિઝનમાં તેની પાંચ હોમ મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમશે. દરેક IPL સિઝનની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયનના હોમ ગ્રાઉન્ડ પર રમાય છે, તેથી આ સિઝન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શરૂ થઈ શકે છે.

IPL બે તબક્કામાં યોજાશે

IPL 2026 બે તબક્કામાં યોજાવાની છે. ભારતના પાંચ રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણીને કારણે બોર્ડે આ નિર્ણય લેવો પડ્યો છે. ચૂંટણી પંચે હજુ સુધી આ રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર નથી કરી, તેથી શેડ્યૂલ પણ બે તબક્કામાં જાહેર કરવામાં આવશે. તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને આસામમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ રાજ્યોમાં ચૂંટણીના દિવસોમાં મેચ ટાળવામાં આવશે. તેથી, BCCI ફક્ત પહેલા તબક્કાનું શેડ્યૂલ જાહેર કરશે.