Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : T20 World Cup 2026: England's card cleared, India's historic win at Wankhede, India beats England by 7 runs to enter final

T20 World Cup 2026: ઈંગ્લેન્ડનું પત્તું સાફ, વાનખેડેમાં ભારતની ઐતિહાસિક જીત, ઈંગ્લેન્ડને 7 રને હરાવી ભારત ફાઈનલમાં

Timeછેલ્લું અપડેટ : 05 Mar 2026
લાઇવ ટીવીGoogle News
T20 World Cup 2026: ઈંગ્લેન્ડનું પત્તું સાફ, વાનખેડેમાં ભારતની ઐતિહાસિક જીત, ઈંગ્લેન્ડને 7 રને હરાવી ભારત ફાઈનલમાં
સોર્સ : Google

T20 World Cup 2026: મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ટી20 વર્લ્ડકપ-2026ની બીજી સેમિફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને 7 રને હરાવીને ગર્જના સાથે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. અત્યંત રોમાંચક બનેલી આ મેચમાં ભારતીય બોલરોએ અંતિમ ઓવરોમાં શાનદાર વાપસી કરીને ઈંગ્લેન્ડના વિજય રથને રોકી દીધો હતો. હવે 8મી માર્ચે રવિવારના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વવિજેતા બનવા માટે ટક્કર થશે.

App Store

મેચનો ઘટનાક્રમ
ઈંગ્લેન્ડના સુકાની હેરી બ્રુકે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ સુકાની સૂર્યકુમાર યાદવની આક્રમક બેટિંગની મદદથી ઈંગ્લેન્ડ સામે મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે પણ મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ ભારતીય સ્પિનરો અને ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ બોલરોએ દબાણ બનાવી રાખ્યું હતું. અંતિમ ઓવરમાં ઈંગ્લેન્ડને જીતવા માટે જરૂરી રન ભારત સામે કરવામાં નિષ્ફળ રહેતા ભારતનો 7 રને વિજય થયો હતો.

આંકડામાં ભારતની મજબૂતી
બંને ટીમો વચ્ચે રમાયેલી કુલ 29 T20 મેચોમાં હવે ભારતનો રેકોર્ડ વધુ મજબૂત થયો છે. ભારતે અત્યાર સુધી 17 મેચો જીતી છે, જ્યારે ઈંગ્લેન્ડના ફાળે 12 જીત રહી છે. અગાઉ 2024ના વર્લ્ડકપમાં પણ ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું, જે સિલસિલો આ વર્ષે પણ જાળવી રાખ્યો છે.

હવે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ
ગઈકાલે (4 માર્ચ) રમાયેલી પ્રથમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવીને પહેલેથી જ ફાઈનલમાં સ્થાન પાક્કું કરી લીધું હતું. હવે રવિવારે મુંબઈમાં જ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કરોડો ભારતીય ચાહકો હવે ભારત ફરી એકવાર વિશ્વ કપ જીતે તેની રાહ જોઈ રહ્યા છે.