Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : https:///Age-old tradition-alive-in-dhanpur-dhanpur-chadiya-mela-tradition

VIDEO: દાહોદના ધાનપુરમાં વર્ષો જૂની પરંપરા જીવંત, ભવ્ય ચાડિયાના મેળામાં હજારોની મેદની વચ્ચે યુવાનોએ જીતી ઈનામની પોટલી

Timeછેલ્લું અપડેટ : 05 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: દાહોદ જિલ્લાના ધાનપુર ખાતે આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા સમાન 'ચાડિયાનો મેળો' અત્યંત ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ મેળાનો પ્રારંભ સ્થાનિક ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. ધૂળેટી બાદ યોજાતો આ મેળો જોવા માટે આસપાસના વિસ્તારમાંથી હજારો લોકો ઉમટી પડ્યા હતા, જાણે માનવ મહેરામણ ઊમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

App Store

શું છે ચાડિયા મેળાની પરંપરા?
આ મેળાનું મુખ્ય આકર્ષણ 'ચાડિયો' છે. લાકડાના ઊંચા સ્તંભ પર હજારો રૂપિયાના ઇનામની પોટલી બાંધવામાં આવે છે. આ પોટલી ઉતારવા માટે ગામના બહાદુર યુવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંપરા મુજબ, જ્યારે યુવાનો આ થાંભલા પર ચઢવાનો પ્રયત્ન કરે છે, ત્યારે નીચે ઉભેલી મહિલાઓ દ્વારા તેમના પર સોટીઓનો વરસાદ કરવામાં આવે છે. સોટીઓના ફટકા સહન કરીને પણ જે યુવાન ઉપર પહોંચીને ઇનામની પોટલી ઉતારે છે, તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.

દેશી મનોરંજન અને પીપૂડાની બોલબાલા
આધુનિક ટેક્નોલૉજીના જમાનામાં પણ આ મેળામાં દેશી પીપૂડાઓની બોલબાલા જોવા મળી હતી. મેળામાં મનોરંજનના અવનવા સાધનો, ચકડોળ અને ખાણી-પીણીના સ્ટોલ્સ પર લોકોએ ભારે ભીડ જમાવી હતી. બાળકોથી લઈને મોટેરાઓએ આ પરંપરાગત મેળામાં મન મૂકીને મોજ માણી હતી. આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખતો આ મેળો આજે પણ યુવાનોમાં શૌર્ય અને સાહસનો સંચાર કરે છે.