Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Dhoni's old video goes viral after Sakshi's celebration in the semi-final

'તને કંઈ નથી ખબર', સેમીફાઈનલમાં સાક્ષીના સેલિબ્રેશન બાદ વાયરલ થયો ધોનીનો જૂનો VIDEO

Timeછેલ્લું અપડેટ : 06 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમીફાઈનલમાં રોમાંચની હદ પાર થઈ ગઈ હતી. ભારતના ઐતિહાસિક 7 રનના વિજય બાદ ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સાક્ષીનો એક વીડિયો સામે આવ્યો હતો.

App Store

સાક્ષીની 'ગેરસમજ' અને ધોનીની 'કૂલ' પ્રતિક્રિયા

આ રસપ્રદ ઘટના ઈંગ્લેન્ડની ઈનિંગની 18મી ઓવરમાં બની હતી, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 254 રનનો વિશાળ ટાર્ગેટ ચેઝ કરી રહી હતી. જસપ્રીત બુમરાહના બોલ સામે સમ કરને શોટ રમ્યો. બુમરાહએ ફોલો-થ્રુમાં બોલ રોક્યો, જેના કારણે સ્ટેન્ડમાં બેઠેલી સાક્ષી ધોનીને લાગ્યું કે બુમરાહએ કેચ ઝડપ્યો છે. આ પછી સાક્ષી પોતાની સીટ પરથી કૂદી પડી અને ઉજવણી કરવા લાગી. જોકે, તે બોલ બુમરાહના હાથમાં પહોંચે તે પહેલાં જ જમીનને સ્પર્શી ગયો હતો. જ્યારે ધોનીએ તેની પત્નીને વિકેટ પડ્યા વિના આ રીતે ઉજવણી કરતી જોઈ, ત્યારે તેણે તેને શાંત થવાનો ઈશારો કર્યો. સાક્ષીની આવી પ્રતિક્રિયા જોયા બાદ ત્યાં હાજર દરેક વ્યક્તિ હસવા લાગી.

ધોનીનો જૂનો વીડિયો વાયરલ થયો 

હવે સાક્ષીનું આ રિએકશન તો વાયરલ થયું જ છે સાથે જ ધોનીનો એક જૂનો વીડિયો પણ વાયરલ થયો છે જેમાં તે આવી જ એક ઘટના વિશે જણાવી રહ્યો છે. ધોનીએ જણાવ્યું કે તે અને સાક્ષી થોડા વર્ષો પહેલા એક ODI મેચ જોઈ રહ્યા હતા, ત્યારે બોલરે વાઈડ બોલ ફેંકી અને બેટ્સમેનએ સ્ટેપ આઉટ કર્યું તો તે સ્ટમ્પ થઈ ગયો. ત્યારે અમ્પાયરે રિવ્યુ લીધું, ત્યારે સાક્ષીએ કહ્યું તે આઉટ નથી.

આ પછી ધોનીએ કહ્યું, જ્યારે તેણે કહ્યું કે આઉટ નથી બેટ્સમેને ચાલવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે સાક્ષીએ કહ્યું તેને પાછો બોલાવવામાં આવશે. વાઈડ બોલમાં સ્ટમ્પ થઈ જ ના શકે. તો ધોનીએ કહ્યું વાઈડમાં સ્ટમ્પીંગ થાય છે, નો બોલમાં ન થાય. આ વાત પર તેની પત્નીએ તેને કહ્યું "તને કંઈ નથી ખબર, થર્ડ અમ્પાયર તેને પાછો બોલાવશે." છેલ્લે જ્યારે બીજો બેટ્સમેન ક્રિઝ પર અવી ગયો ત્યારે પણ સાક્ષીએ એવું કહે છે કે કંઈક ખોટું છે.

હવે આ સાક્ષીનો નવો વીડિયો જોઈને ફેન્સ ધોનીની વાત સાથે સંમત થઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમને હવે વીડિયો પ્રૂફ પણ મળી ગયું.