મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL Orange Cap / અત્યાર સુધી 13 ખેલાડીઓએ જીતી છે ઓરેન્જ કેપ, ત્રણના નામે છે ખાસ રેકોર્ડ

IPL ઓરેન્જ કેપ દર વર્ષે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને આપવામાં આવે છે. તેને ટૂર્નામેન્ટના સૌથી મોટા વ્

IPL Orange Cap / અત્યાર સુધી 13 ખેલાડીઓએ જીતી છે ઓરેન્જ કેપ, ત્રણના નામે છે ખાસ રેકોર્ડ

IPL ઓરેન્જ કેપ દર વર્ષે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને આપવામાં આવે છે. તેને ટૂર્નામેન્ટના સૌથી મોટા વ્યક્તિગત સન્માનોમાંથી એક ગણવામાં આવે છે. પંજાબ કિંગ્સ (તે સમયે કિંગ્સ ઈલેવન પંજાબ) તરફથી રમતા, શોન માર્શે 2008માં પહેલી સિઝનમાં 11 મેચમાં 616 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી.

IPL 2008 પહેલા માર્શ ક્રિકેટ જગતમાં અજાણ હતો, પરંતુ ટૂર્નામેન્ટમાં તેના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે તે નિયમિતપણે ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રમતો રહ્યો. આ પછી, મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે પણ ઓરેન્જ કેપ જીતી, તેણે 2010માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતી વખતે 15 મેચમાં 618 રન બનાવ્યા હતા. આજે IPLની 18મી સિઝન શરૂ થઈ રહી છે ત્યારે ચાલો તમને અગાઉની 17 સિઝનના ઓરેન્જ કેપ વિજેતાના નામ જણાવીએ. 

સિઝન ખેલાડી મેચ રન
2008 શોન માર્શ (KXIP, હવે PBKS) 11 616
2009 મેથ્યુ હેડન (CSK) 12 572
2010 સચિન તેંડુલકર (MI) 15 618
2011 ક્રિસ ગેલ (RCB) 12 608
2012 ક્રિસ ગેલ (RCB) 15 733
2013 માઈકલ હસી (CSK) 16 733
2014 રોબિન ઉથપ્પા (KKR) 16 660
2015 ડેવિડ વોર્નર (SRH) 14 562
2016 વિરાટ કોહલી (RCB) 16 973
2017 ડેવિડ વોર્નર (SRH) 14 641
2018 કેન વિલિયમસન (SRH) 17 735
2019 ડેવિડ વોર્નર (SRH) 12 692
2020 કેએલ રાહુલ (KXIP, હવે PBKS) 14 670
2021 ઋતુરાજ ગાયકવાડ (CSK) 16 635
2022 જોસ બટલર (RR) 17 863
2023 શુભમન ગિલ (GT) 17 890
2024 વિરાટ કોહલી (RCB) 15 741

ગેઈલના નામે એક ખાસ રેકોર્ડ 

વેસ્ટ ઈન્ડીઝનો ક્રિસ ગેલ સતત બે વખત ઓરેન્જ કેપ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. તેણે  2011 અને 2012માં ઓરેન્જ કેપ જીતી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (હવે બેંગલુરુ) તરફથી રમતા ગેલે IPL 2011માં 608 રન બનાવ્યા હતા અને ત્યારબાદ IPL 2012માં તે ટીમ માટે 15 મેચમાં 733 રન બનાવ્યા હતા.

ડેવિડ વોર્નરે સૌથી વધુ વખત ઓરેન્જ કેપ જીતી

ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે સૌથી વધુ વખત IPL ઓરેન્જ કેપ જીતી છે. સનરાઈઝર્સ હૈદરાબાદના ભૂતપૂર્વ કેપ્ટને 2015 અને 2019 વચ્ચે ત્રણ વખત ઓરેન્જ કેપ જીતી હતી. તેણે 2015માં 14 મેચમાં 562 રન, 2017માં 14 મેચમાં 641 રન અને 2019માં 12 મેચમાં 692 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી. તેણે 2016માં 17 મેચમાં 848 રન બનાવ્યા હતા. જે તેના IPL કરિયરમાં એક સિઝનમાં તેના સૌથી વધુ રન હતા. જોકે, તે સિઝનમાં ઓરેન્જ કેપ વિરાટ કોહલીને મળી હતી.

વિરાટ કોહલીનો રેકોર્ડ

2016માં RCBના કેપ્ટન વિરાટ કોહલીએ 16 મેચમાં 973 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી. જે કોઈપણ ખેલાડી દ્વારા એક IPL સિઝનમાં બનાવેલા સૌથી વધુ રન છે. કોહલીએ 2024માં 15 મેચમાં 741 રન બનાવીને ઓરેન્જ કેપ બીજી વખત જીતી હતી. 

આ સમાચાર શેર કરો