IPL Auction 2025 Day 2 / આજે પણ ઘણા સુપરસ્ટાર ખેલાડીઓની લાગશે બોલી, તૂટી શકે છે રિષભ પંતનો રેકોર્ડ
IPL 2025 માટે મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં થઈ રહ્યું છે. ઓક્શન બે દિવસ (24 અને

IPL 2025 માટે મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં થઈ રહ્યું છે. ઓક્શન બે દિવસ (24 અને 25 નવેમ્બર) ચાલશે. પહેલો દિવસ પૂરો થઈ ગયો, જેમાં રિષભ પંત પર સૌથી મોટી બોલી લાગી છે. પંતને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે આજે એટલે કે બીજા દિવસે (25 નવેમ્બર) ઘણા સુપરસ્ટાર ખેલાડીઓની પર બોલી લાગશે, જેના કારણે રિષભ પંતનો રેકોર્ડ પણ તૂટી શકે છે.
આ પણ વાંચો: મેગા ઓક્શનમાં પ્રથમ દિવસે આ બેટરો પર ધનવર્ષા, જાણો કઈ ટીમે ક્યા ખેલાડીને ખરીદ્યો
મેગા ઓક્શનની શરૂઆત ભારતીય બોલર અર્શદીપ સિંહથી થઈ હતી.અર્શદીપને પંજાબ કિંગ્સે RTMનો ઉપયોગ કરીને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ બાદ ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યર પર બોલી લાગી હતી. પંજાબ કિંગ્સે અય્યરને 26.75 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ સિવાય ઘણા ખેલાડીઓ પર મોટી બોલી લગાવવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે મેગા ઓક્શન માટે કુલ 577 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં પહેલા દિવસે 72 ખેલાડીઓની બોલી લાગી હતી. જેમાં 24 વિદેશી ખેલાડીઓ સામેલ હતા. પ્રથમ દિવસે તમામ ટીમોએ મળીને 467.95 રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
આ ખેલાડીઓમાં પંત સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો જ્યારે ઈંગ્લેન્ડનો વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો હતો. બટલરને ગુજરાત ટાઈટન્સે 15.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગઈકાલે ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે ઓક્શન શરૂ થયું હતું અને આજે એટલે કે બીજા દિવસે પણ ઓક્શન એ જ સમયે શરૂ થશે. આજે એ જોવાનું રસપ્રદ રહેશે કે કયા ખેલાડી પર સૌથી મોટી બોલી લાગે છે.
બીજા દિવસે પંત કરતાં મોંઘી બોલી લાગી શકે છે
ઓક્શનનો પ્રથમ દિવસ પૂરો થયા બાદ હજુ કુલ 132 સ્લોટ બાકી છે. આ સ્લોટ ભરવા માટે તમામ ટીમો પાસે 173.55 કરોડ રૂપિયાની રકમ બાકી છે, જેના કારણે પંતનો રેકોર્ડ પણ તૂટી શકે છે. બીજા દિવસે, RCB 30.65 કરોડ રૂપિયા સાથે મેદાનમાં ઉતરશે. સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે સૌથી ઓછી પર્સ વેલ્યુ (5.15 કરોડ) છે. આવી સ્થિતિમાં માત્ર RCB પાસે પંતનો રેકોર્ડ તોડીને સૌથી મોંઘા ખેલાડીને ખરીદવાની આશા રાખી શકાય છે.






