IPL 2027 / થોડા જ કલાકમાં સામે આવશે તમામ ટીમોનું રિટેન્શન લિસ્ટ, જાણો ક્યાં જોઈ શકશો લાઈવ

IPL 2027 / થોડા જ કલાકમાં સામે આવશે તમામ ટીમોનું રિટેન્શન લિસ્ટ, જાણો ક્યાં જોઈ શકશો લાઈવ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

IPL 2027 પહેલા ક્રિકેટ ફેન્સ જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો છે. બધી 10 ફ્રેન્ચાઈઝી આજે, મંગળવાર, 17 નવેમ્બર, 2026ના રોજ રિટેન કરેલા ખેલાડીઓની તેમની અંતિમ યાદી જાહેર કરશે.

આ સમયમર્યાદા મૂળ 15 નવેમ્બર માટે નક્કી કરવામાં આવી હતી, પરંતુ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પાંચમી ODIને કારણે BCCIએ તેને બે દિવસ લંબાવી દીધી. IPLના નિયમો અનુસાર, બધી 10 ટીમોએ આજે ​​સાંજે 6:00 વાગ્યા (IST) પહેલા તેમના રીટેન કરેલા ખેલાડીઓની પુષ્ટિ કરવી આવશ્યક છે.

જાહેરાત

આ પછી બધી ટીમોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવશે. આ યાદી જાહેર થયા પછી, BCCI ટીમોને રજિસ્ટર્ડ ખેલાડીઓની યાદી મોકલશે, જેમાંથી ફ્રેન્ચાઈઝી તેની જરૂરિયાતોના આધારે ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરશે.

ટીવી અને મોબાઇલ પર લાઈવ ક્યાં જોવું?

જો તમે પણ આ રિટેન્શન લાઈવ જોવા માંગતા હોવ, તો અમે તમને તેના લાઈવ સ્ટ્રીમીંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે IPL 2027 રિટેન્શન લિસ્ટ Star નેટવર્ક ચેનલો પર લાઈવ જોઈ શકો છો. તમારા મોબાઈલ અથવા લેપટોપ પર જોવા માટે તમે JioHotstar એપ અને વેબસાઈટની મુલાકાત લઈ શકો છો, જ્યાં લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ હશે.

ટ્રેડ વિન્ડોએ પહેલાથી જ હલચલ મચાવી દીધી છે

રિટેન્શન લિસ્ટ રિલીઝ થાય તે પહેલા જ ટ્રેડ વિન્ડોમાં ઘણા મોટા ફેરફાર જોવા મળ્યા છે. રિષભ પંત દિલ્હી કેપિટલ્સ પરત ફર્યો છે, જ્યારે કુલદીપ યાદવ લખનૌ સુપર જાયન્ટ્સમાં ગયો છે.

જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને પંજાબ કિંગ્સમાં ટ્રેડ કર્યો છે અને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને તેની ટીમમાં ઉમેર્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ગઈ સિઝન (2026) માં સતત બીજી વખત ચેમ્પિયન બન્યું હતું, આ સિઝનમાં યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી સૌથી વધુ રન બનાવનાર અને 'મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર' બન્યો હતો. આજે સાંજે 6 વાગ્યે ઓક્શન પૂલમાં કયા મોટા નામો પ્રવેશ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત