Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL 2026 Playoff Schedule: Rajasthan Royals become the fourth team to reach the playoffs, defeat Mumbai Indians by 30 runs

IPL 2026 Playoff Schedule: રાજસ્થાન રોયલ્સ બની પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ, મુંબઈ ઈન્ડિયન્સને 30 રને આપ્યો પરાજય

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
IPL 2026 Playoff Schedule: રાજસ્થાન રોયલ્સ બની પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ,  મુંબઈ ઈન્ડિયન્સને 30 રને આપ્યો પરાજય
સોર્સ : gstv

આઈપીએલ-2026માં પ્લેઓફની તસવીર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગઈ છે. રવિવારે 24 મેના રોજ રમાયેલા આખરી લીગ મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 30 રને પરાજય આપીને 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાને મુંબઈ સામે 206 રન ફટકાર્યા હતા, જેની સામે મુંબઈની ટીમ 9 વિકેટે માત્ર 175 રન જ કરી શકી છે. રાજસ્થાનની આ જીત સાથે જ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

App Store

પ્લેઓફની 4 ટીમો

પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), ગુજરાત ટાઈટન્સ (GT) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) પહેલાથી જ પ્લેઓફમાં એન્ટ્રી મેળવી લીધી છે. પોઈન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્રથમ સ્થાને, ગુજરાત ટાઈટન્સ બીજા સ્થાને અને સનરાઈઝર્સ હૈદરાબાદ ત્રીજા સ્થાને રહ્યું છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ ચોથા ક્રમે રહ્યું છે.

RCB vs GT વચ્ચે પ્લેઓફની પહેલી મેચ, જીતનારી ટીમ પહોંચશે ફાઈનલમાં

હવે આઈપીએલ-2026માં ક્વોલિફાયર-1 નો મુકાબલો 26 મે મંગળવારના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે. આ મેચની વિજેતા ટીમ સીધી ફાઈનલમાં પહોંચશે, જ્યારે હારનારી ટીમને ક્વોલિફાયર-2માં રમવાની વધુ એક તક મળશે. આ સિવાય સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે, જેમાં જીતનારી ટીમને ક્વોલિફાયર-2 માં રમવાની તક મળશે. ત્યારબાદ ક્વોલિફાયર-2ની વિજેતા ટીમનો સામનો ફાઈનલમાં ક્વોલિફાયર-1 ની વિજેતા ટીમ સાથે થશે.

આ મેચોના સ્થળની વાત કરીએ તો, ક્વોલિફાયર-1 નો મુકાબલો હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (ધર્મશાલા)માં રમાશે. જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર-2ની મેચો અનુક્રમે 27 મે (બુધવાર) અને 29 મે (શુક્રવાર)ના રોજ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ ટૂર્નામેન્ટનો ખિતાબી મુકાબલો 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

પ્લેઓફ મેચોનું સંપૂર્ણ શિડ્યુલ

ક્વોલિફાયર 1: 26 મે - રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ VS ગુજરાત ટાઈટન્સ, ધર્મશાલા
એલિમિનેટર: 27 મે - સનરાઈઝર્સ હૈદરાબાદ VS રાજસ્થાન રોયલ્સ, ન્યૂ ચંદીગઢ
ક્વોલિફાયર 2: 29 મે - ક્વોલિફાયર-1ની હારનાર ટીમ VS એલિમિનેટરની વિજેતા ટીમ, ન્યૂ ચંદીગઢ
ફાઈનલ: 31 મે - ક્વોલિફાયર-1 ની વિજેતા ટીમ VS ક્વોલિફાયર-2 ની વિજેતા ટીમ, અમદાવાદ