Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL 2026 FINAL GT VS RCB: Poor performance of Gujarat batsmen, RCB given a target of only 156 runs

IPL 2026 FINAL GT VS RCB: ગુજરાતના બેટર્સનું ખરાબ પ્રદર્શન, RCBને આપ્યો માત્ર 156 રનનો ટાર્ગેટ

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
IPL 2026 FINAL GT VS RCB: ગુજરાતના બેટર્સનું ખરાબ પ્રદર્શન, RCBને આપ્યો માત્ર 156 રનનો ટાર્ગેટ
સોર્સ : GSTV

આજે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં RCB અને GT વચ્ચે IPL 2026ની ફાઈનલ મેચ રમાઈ રહી છે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરતા ગુજરાતની ટીમ 8 વિકેટ ગુમાવીને માત્ર 155 રન જ બનાવી શકી છે. હવે આ સીઝનની ફાઈનલ મેચ જીતવા માટે RCBને 156 રનનો સરળ ટાર્ગેટ મળ્યો છે.

App Store

ગિલ, બટલર અને સુદર્શન સંપૂર્ણપણે નિષ્ફળ

ફાઈનલમાં ગુજરાત તરફથી વોશિંગ્ટન સુંદરે સૌથી મોટી ઇનિંગ રમી, જેમાં 37 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 50* રન બનાવ્યા હતા. ટીમના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ, જોસ બટલર અને સાઈ સુદર્શન સંપૂર્ણપણે નિષ્ફળ ગયા. આ દરમિયાન બેંગલુરુ માટે રસિક સલામ દારે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.

મેચમાં, બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ માટે આમંત્રણ આપેલ ગુજરાત શરૂઆતથી જ નિષ્ફળ ગયું. ટીમે 22 રનના સ્કોર પર પહેલી વિકેટ ગુમાવી દીધી, જ્યારે કેપ્ટન શુભમન ગિલ માત્ર 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

GTની ઈનિંગમાં વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. ઉપરાંત સાઈ સુદર્શને 12, કેપ્ટન શુભમન ગિલે 10, નિશાંત સિંધુએ 20, જોસ બટલરે 19, અરશદ ખાને 15, રાહુલ તેવતિયાએ 07, રાશિદ ખાને 7 અને કાગીસો રબાડાએ 03* રન બનાવ્યા હતા.

RCBએ આજે પ્લેઇંગ-11માં કોઈ જ બદલાવ કર્યો નથી. ગુજરાત ટાઈટન્સે એક ફેરફાર કરતાં સાઈ કિશોરની જગ્યાએ અરશદ ખાનને પ્લેઇંગ-11માં સામેલ કર્યો છે.

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ગુજરાત ટાઇટન્સ: સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, કાગિસો રબાડા, અરશદ ખાન, મોહમ્મદ સિરાજ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, જોશ હેઝલવુડ, રસિખ સલામ ડાર

RCB vs GT આ સીઝન

રાઉન્ડ 1, બેંગલુરુ, 24મી એપ્રિલ: સાઈ સુદર્શનની શાનદાર સદી પર વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલની તોફાની અડધી સદીઓ ભારે પડી હતી, જેના કારણે RCBએ GTના 205 રનના ટાર્ગેટને આસાનીથી ચેઝ કરી લીધો હતો.

રાઉન્ડ 2, અમદાવાદ, 30મી એપ્રિલ: બે વિકેટ અને ત્રણ કેચ સાથે જેસન હોલ્ડર મેદાન પર બધી જ જગ્યાએ છવાયેલો જોવા મળ્યો હતો. GTએ RCBને માત્ર 155 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને ત્યારબાદ 16 ઓવર કરતાં પણ ઓછા સમયમાં આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

રાઉન્ડ 3 (ક્વોલિફાયર 1), ધર્મશાલા, 26મી મે: રજત પાટીદારની શાનદાર અણનમ 93 રનની ઇનિંગના દમ પર RCBએ IPL પ્લેઓફ મેચનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર (254 રન) બનાવ્યો હતો. ત્યારબાદ પાવરપ્લેમાં જ GTની ટોપ-થ્રી વિકેટો ઝડપીને RCBએ 92 રનથી શાનદાર જીત નોંધાવી હતી.