Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL 2026 Final RCB vs GT: RCB won the toss and elected to bowl first in the final, Gujarat batted

IPL 2026 Final RCB vs GT: ફાઇનલમાં RCBએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી, ગુજરાતની બેટિંગ

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
IPL 2026 Final RCB vs GT: ફાઇનલમાં RCBએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી, ગુજરાતની બેટિંગ
સોર્સ : GSTV

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની સફર હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. રવિવારે (31 મે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ફાઇનલ મેચ રમાઈ રહી છે. આ મેચમાં આરસીબીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત ટાઇટન્સે આ મહત્ત્વપૂર્ણ મુકાબલા માટે આર. સાઈ કિશોરની જગ્યાએ અરશદ ખાનને ટીમમાં તક આપી છે.

App Store

બંને ટીમો બીજી વખત IPL ચેમ્પિયન બનવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી છે. ગુજરાતે 2022માં પોતાનો પહેલો ખિતાબ જીત્યો હતો, જ્યારે RCBએ ગત સિઝનમાં પોતાનું પહેલું IPL ટાઇટલ પોતાના નામે કર્યું હતું.