VIDEO: CSK vs DC / પોતાનું ખાતું ખોલવા ઈચ્છશે ચેન્નાઈ, આજે ચેપોકમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે
આજે ડબલ હેડરના બીજા મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) દિલ્હી કેપિટલ્સનો સામનો કરશે, ત્યારે સિઝનની પોતાની પહેલી જીત માટે મેળવવા માંગશે. આ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાશે. અનુભવી બેટ્સમેન સંજુ સેમસન અને ઋતુરાજ ગાયકવાડ પર સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે. CSKએ ત્રણ અલગ અલગ મેદાનો પર હારનો સામનો કરવો પડ્યો છે, જે સિઝનની નિરાશાજનક શરૂઆત દર્શાવે છે.
મોટા સુધારા જરૂરી
જો CSKએ પોતાનું ખાતું ખોલવું હોય, તો તેણે દરેક વિભાગમાં સારું પ્રદર્શન કરવું પડશે, પછી ભલે તે બેટિંગ હોય કે બોલિંગ. અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાં ડેવાલ્ડ બ્રેવિસની ગેરહાજરીથી પણ ટીમના સંતુલન પર અસર પડી છે. સાઉથ આફ્રિકાનો વિસ્ફોટક બેટ્સમેન દિલ્હી કેપિટલ્સ સામેની મેચ માટે ઈજામાંથી પાછો ફરે તેવી અપેક્ષા છે.
જોકે, મહેન્દ્ર સિંહ ધોનીની વાપસી અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી, તેણે પગની ઈજાને કારણે આ સિઝનમાં એક પણ મેચ નથી રમી. જ્યારે દિલ્હી કેપિટલ્સ તેની પાછલી મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે એક રનથી હારી હતી.
અક્ષર પટેલની આગેવાની હેઠળની ટીમ IPL જેવી અત્યંત સ્પર્ધાત્મક ટુર્નામેન્ટમાં ગતિ જાળવી રાખવાનું મહત્ત્વ સમજે છે અને તેના ઓલરાઉન્ડ પ્રદર્શનથી CSK માટે પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. છેલ્લી મેચમાં કેએલ રાહુલની ફોર્મમાં વાપસી ટીમ માટે સકારાત્મક સંકેત છે, પરંતુ નીતિશ રાણા અત્યાર સુધી બેટિંગ ક્રમમાં નબળી કડી સાબિત થયો છે. તેને શક્ય તેટલી વહેલી તકે મોટો સ્કોર કરવાની જરૂર છે. જોકે દિલ્હી પાસે સમીર રિઝવી જેવો ધાકડ બેટ્સમેન પણ છે. જેણે સતત બે મેચમાં મેચ વિનિંગ ઈનિંગ રમી છે.
IPL 2026 માટે બંને ટીમો
ચેન્નાઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ડેવાલ્ડ બ્રેવિસ, ઉર્વિલ પટેલ, સંજુ સેમસન, શિવમ દુબે, આયુષ મ્હાત્રે, ખલીલ અહેમદ, ગુરજપનીત સિંહ, નૂર અહેમદ, અકીલ હોસેન, પ્રશાંત વીર, સરફરાઝ ખાન, મેટ હેનરી, રાહુલ ચહર, ઝેકરી ફોક્સ, રામકૃષ્ણ ઘોષ, મુકેશ ચૌધરી, મેથ્યુ શોર્ટ, અમન ખાન, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, શ્રેયસ ગોપાલ, અંશુલ કંબોજ.
દિલ્હી કેપિટલ્સ: અક્ષર પટેલ (કેપ્ટન), અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ, નીતીશ રાણા, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, દુષ્મંથા ચમીરા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, વિપ્રજ નિગમ, ત્રિપુરાના વિજય, ડેવિડ મિલર, આકિબ નબી ડાર, પથુમ નિસાંકા, લુંગી એનગીડી, પૃથ્વી શો, કાઈલ જેમીસન, અજય મંડલ, માધવ તિવારી, ટી નટરાજન, સાહિલ પારખ.

