Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL 2026 all award winners list

VIDEO: IPL 2026 / ચેમ્પિયન અને રનર-અપ પર થયો પૈસાનો વરસાદ, આ ખેલાડીઓને પણ મળ્યા એવોર્ડ્સ

Timeછેલ્લું અપડેટ : 01 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL 2026ના હાઈ વોલ્ટેજ ખિતાબી મુકાબલા બાદ ભવ્ય એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત બીજી વખત ચેમ્પિયન બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને રનર-અપ રહેલી ગુજરાત ટાઈટન્સ (GT) પર પૈસાનો વરસાદ થયો હતો. આ સાથે જ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ અને ટીમોને કરોડો રૂપિયાની ઈનામી રકમ અને ખાસ એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા હતા.

App Store

વિજેતા બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમને 20 કરોડ રૂપિયાની બમ્પર પ્રાઇઝ મની મળી હતી, જ્યારે ઉપવિજેતા ગુજરાત ટાઈટન્સને 12.50 કરોડ રૂપિયાથી સંતોષ માનવો પડ્યો હતો.

IPL 2026માં ટોપ ટીમોની પ્રાઈઝ મની

  • વિજેતા (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ): 20 કરોડ રૂપિયા
  • રનર અપ (ગુજરાત ટાઇટન્સ): 12.50 કરોડ રૂપિયા
  • ત્રીજા નંબરની ટીમ (રાજસ્થાન રોયલ્સ): 7 કરોડ રૂપિયા
  • ચોથા નંબરની ટીમ (સનરાઇઝર્સ હૈદરાબાદ): 6.5 કરોડ રૂપિયા

ટુર્નામેન્ટના ખાસ એવોર્ડ્સ

આ સિઝનમાં યુવા ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીએ ઓરેન્જ કેપ સહિત અનેક એવોર્ડ્સ જીતીને ભારે લાઈમલાઈટ લૂંટી હતી.

  • ઓરેન્જ કેપ (સિઝનમાં સૌથી વધુ રન): વૈભવ સૂર્યવંશી (776 રન) - 10 લાખ રૂપિયા
  • પર્પલ કેપ (સિઝનમાં સૌથી વધુ વિકેટ): કગિસો રબાડા (29 વિકેટ) - 10 લાખ રૂપિયા
  • ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન: વૈભવ સૂર્યવંશી - 10 લાખ રૂપિયા
  • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન: વૈભવ સૂર્યવંશી - 15 લાખ રૂપિયા
  • સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન: વૈભવ સૂર્યવંશી (Tata Sierra કાર) 
  • સિઝનમાં સૌથી વધુ સિક્સ: વૈભવ સૂર્યવંશી (72 છગ્ગા) - 10 લાખ રૂપિયા
  • સિઝનમાં સૌથી વધુ ડોટ બોલ: મોહમ્મદ સિરાજ - 10 લાખ રૂપિયા
  • સિઝનનો સર્વશ્રેષ્ઠ કેચ: મનીષ પાંડે - 10 લાખ રૂપિયા
  • સિઝનમાં સૌથી વધુ ચોગ્ગા: સાઈ સુદર્શન (75 ચોગ્ગા) - 10 લાખ રૂપિયા
  • ફેર પ્લે એવોર્ડ: પંજાબ કિંગ્સ
  • પિચ એન્ડ ગ્રાઉન્ડ એવોર્ડ: ઈડન ગાર્ડન્સ - 50 લાખ રૂપિયા

ફાઈનલ મેચના એવોર્ડ્સ (Final Match Awards)

ગુજરાત સામેની ફાઇનલ મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરીને વિરાટ કોહલી અને રસિખ સલામ જીતના હીરો બન્યા હતા. ફાઇનલ મેચમાં નીચે મુજબના એવોર્ડ્સ અપાયા હતા:

  • પ્લેયર ઓફ ધ મેચ: વિરાટ કોહલી
  • સુપર સ્ટ્રાઇકર ઓફ ધ મેચ: વેંકટેશ અય્યર
  • સુપર સિક્સિસ ઓફ ધ મેચ: વિરાટ કોહલી
  • ઓન ધ ગો-4s ઓફ ધ મેચ: વિરાટ કોહલી
  • ગ્રીન ડોટ બોલ ઓફ ધ મેચ: ભુવનેશ્વર કુમાર

IPL 2026: ટોપ-5 બેટર્સ (સૌથી વધુ રન)

  • વૈભવ સૂર્યવંશી (રાજસ્થાન રોયલ્સ): 776 રન
  • શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ): 732 રન
  • સાઈ સુદર્શન (ગુજરાત ટાઇટન્સ): 722 રન
  • વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ): 675 રન
  • હેનરિક ક્લાસેન (સનરાઇઝર્સ હૈદરાબાદ): 624 રન

IPL 2026: ટોપ-5 બોલર્સ (સૌથી વધુ વિકેટ)

  • કગિસો રબાડા (ગુજરાત ટાઇટન્સ): 29 વિકેટ
  • ભુવનેશ્વર કુમાર (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ): 28 વિકેટ
  • જોફ્રા આર્ચર (રાજસ્થાન રોયલ્સ): 25 વિકેટ
  • રાશિદ ખાન (ગુજરાત ટાઇટન્સ): 21 વિકેટ
  • અંશુલ કમ્બોજ (ચેન્નાઈ સુપર કિંગ્સ): 21 વિકેટ