Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India's probable playing eleven 1st ODI against Australia

IND vs AUS / કોહલી-રોહિતની વાપસી, આ ખેલાડીઓના કપાશે પત્તા; પહેલી ODIમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન

Timeછેલ્લું અપડેટ : 16 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs AUS / કોહલી-રોહિતની વાપસી, આ ખેલાડીઓના કપાશે પત્તા; પહેલી ODIમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન
સોર્સ : Google

આતુરતાનો અંત આવવાનો છે. લગભગ સાત મહિના પછી, વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની જર્સીમાં બેટ સાથે એક્શનમાં જોવા મળશે. સિરીઝની પહેલી ODI પર્થમાં રમાશે. શુભમન ગિલ પહેલીવાર ODIમાં ટીમનું નેતૃત્વ કરશે. જોકે, ગિલ માટે પહેલી મેચ માટે પ્લેઈંગ ઈલેવન પસંદ કરવાનું સરળ નહીં હોય. ગિલની કેપ્ટનશિપ હેઠળ, ભારતીય ટીમ આ વખતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર મજબૂત પ્રદર્શન કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

App Store

કોહલી અને રોહિતની વાપસી

રોહિત શર્માની ODI ટીમમાં વાપસી નિશ્ચિત છે. હિટમેન ઈનિંગ ઓપન કરતો જોવા મળશે તેને બીજા છેડેથી કેપ્ટન શુભમન ગિલનો સાથ મળશે. રોહિત અને ગિલનો ઓપનિંગ જોડી તરીકે નોંધપાત્ર રેકોર્ડ છે. જોકે, રોહિત લાંબા સમય પછી ટીમ ઈન્ડિયાની જર્સીમાં રમતો જોવા મળશે. તેથી, બધાની નજર તેના પ્રદર્શન પર હશે.

દરમિયાન, નંબર ત્રણની જવાબદારી ફરી એકવાર વિરાટ કોહલીના ખભા પર આવશે. કોહલીએ ઓસ્ટ્રેલિયન ધરતી પર ઘણા રન બનવ્યા છે. વિરાટે ઓસ્ટ્રેલિયન બોલિંગ એટેકને ઘણા પરેશાન કર્યા છે.

મિડલ ઓર્ડર

ભારતીય ટીમનો મિડલ ઓર્ડર ઘણો મજબૂત હશે. શ્રેયસ અય્યર ચોથા નંબર પર રમશે. કેએલ રાહુલ વિકેટકીપર તરીકે જોવા મળશે. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં, નીતીશ કુમાર રેડ્ડી ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકે છે. અક્ષર પટેલને પણ ટીમમાં સ્થાન મળી શકે છે.

બોલિંગ એટેક

અર્શદીપ સિંહ ફાસ્ટ બોલિંગ વિભાગનું નેતૃત્વ કરશે. અર્શદીપને મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાનો સાથ મળશે. કુલદીપ યાદવ સ્પિન વિભાગનું નેતૃત્વ કરશે. કુલદીપનું તાજેતરનું ફોર્મ ઉત્તમ રહ્યું છે. એશિયા કપ 2025માં તેની ચાઈનામેન બોલિંગનો જાદુ ચાલ્યો હતો. આમ જોઈએ તો વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, ધ્રુવ જુરેલ, અને યશસ્વી જયસ્વાલને બેંચ પર બેસવું પડી શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.