Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Rajat Patidar scored century upon assuming the captaincy in Ranji Trophy

રજત પાટીદારે કેપ્ટનશિપ સંભાળતા જ ફટકારી સદી, રણજી ટ્રોફી સિઝનની કરી શાનદાર શરૂઆત

Timeછેલ્લું અપડેટ : 16 Oct 2025
લાઇવ ટીવીGoogle News
રજત પાટીદારે કેપ્ટનશિપ સંભાળતા જ ફટકારી સદી, રણજી ટ્રોફી સિઝનની કરી શાનદાર શરૂઆત
સોર્સ : GSTV

રણજી ટ્રોફી 2025-26 સિઝન 15 ઓક્ટોબરના રોજ શરૂ થઈ હતી, જેમાં ઘણા ખેલાડીઓ છે, જે પોતાના શાનદાર પ્રદર્શનના દમ પર ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે ઉત્સુક છે. આવા જ એક ખેલાડી રજત પાટીદાર છે, જે આ સિઝનમાં મધ્યપ્રદેશ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે, અને તેણે રણજી ટ્રોફી સિઝનમાં શાનદાર શરૂઆત કરી છે. પંજાબ સામેની મેચમાં, રજત પાટીદારે શાનદાર સદી ફટકારી છે.

App Store

ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની 16મી સદી ફટકારી

મધ્યપ્રદેશે રણજી ટ્રોફી 2025-26 સિઝન માટે શુભમ શર્માના સ્થાને રજત પાટીદારને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. પાટીદારે સિઝનની શાનદાર શરૂઆત કરી છે. ઈન્દોરમાં પંજાબ સામેની મેચમાં, પાટીદારની કેપ્ટનશિપ હેઠળ, મધ્યપ્રદેશે પ્રથમ દિવસે પંજાબને 232 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. બીજા દિવસે, મધ્યપ્રદેશે 155 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. રજત પાટીદારે એક છેડેથી ઈનિંગને સંભાળી હતી, તેણે દિવસના અંત સુધીમાં 107 રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી.

મધ્યપ્રદેશે પ્રથમ ઈનિંગમાં લીડ મેળવી

રજત પાટીદારની શાનદાર સદીના કારણે મધ્યપ્રદેશે બીજા દિવસના અંતે પંજાબ સામે પ્રથમ ઈનિંગમાં ૭૩ રનની લીડ મેળવી છે. આનાથી જો મેચ ડ્રોમાં સમાપ્ત થાય તો તેમને પોઈન્ટ મેળવવાની તક મળે છે. રજત પાટીદાર ગઈ સિઝનમાં મધ્યપ્રદેશ માટે ટુર્નામેન્ટમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો તેણે 529 રન બનાવ્યા હતા.