ભારતની પ્રતિકા રાવલે રચ્યો ઈતિહાસ, સદી ફટકારવા સાથે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
ભારત અને આયર્લેન્ડની મહિલા ટીમો વચ્ચે ચાલી રહેલી ODI શ્રેણીની છેલ્લી મેચમાં કે

ભારત અને આયર્લેન્ડની મહિલા ટીમો વચ્ચે ચાલી રહેલી ODI શ્રેણીની છેલ્લી મેચમાં કેટલાક અદ્ભુત રેકોર્ડ બન્યા. ભારતીય મહિલા ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારત તરફથી બંને ઓપનરોએ સદી ફટકારી, જેમાં પ્રતિકા રાવલે ૧૨૯ બોલમાં ૧૫૪ રન જ્યારે સ્મૃતિ મંધાનાએ ૮૦ બોલમાં ૧૩૫ રન બનાવ્યા. રિચા ઘોષે પણ 42 બોલમાં 59 રન સાથે શાનદાર અડધી સદી ફટકારી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે તેના વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર 400થી વધુ રન બનાવ્યા છે. ૫૦ ઓવરના અંતે ભારતીય ટીમે ૫ વિકેટ ગુમાવીને કુલ ૪૩૫ રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ ભારતીય ટીમે 304 રને આયર્લેન્ડને કચડ્યું, વન ડે ઈતિહાસમાં સૌથી મોટી જીત સાથે બનાવ્યા આ રેકોર્ડ
પ્રતિકા રાવલે ઇતિહાસ રચ્યો
જણાવી દઈએ કે પ્રતિકા રાવલ અને મંધાનાએ પ્રથમ વિકેટ માટે 233 રનની ભાગીદારી કરી હતી. પ્રતિકા રાવલની વનડેમાં આ પહેલી સદી છે. પ્રતિકા રાવલે મહિલા વનડેમાં એક ખાસ વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો છે. પ્રતિકા રાવલ પ્રથમ 6 ઇનિંગ્સ બાદ મહિલા ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે. પ્રતિકા રાવલે ઇંગ્લેન્ડની શાર્લોટ એડવર્ડ્સનો વિશ્વ રેકોર્ડ તોડ્યો છે. શાર્લોટ એડવર્ડ્સે ODI કારકિર્દીના પ્રથમ 6 ઇનિંગ્સ પછી કુલ 434 રન બનાવવામાં સફળ રહી.
મહિલા ODI ક્રિકેટમાં પ્રથમ 6 ઇનિંગ્સ પછી સૌથી વધુ રન
પ્રતિકા રાવલ (IND) - ૪૪૪ રન
શાર્લોટ એડવર્ડ્સ (ઇંગ્લેન્ડ) - ૪૩૪ રન
નત્થાકન ચંથમ (THA) - ૩૨૨ રન
એનિડ બેકવેલ (ઇંગ્લેન્ડ) - ૩૧૬ રન
નિકોલ બોલ્ટન (AUS) - ૩૦૭ રન
મેચમાં આયર્લેન્ડના બોલરો લાચાર સાબિત થયા હતા ઓર્લા પ્રેન્ડરગાસ્ટ (2-71) સાથે સૌથી સફળ બોલર રહી.
ભારતીય મહિલાઓ દ્વારા ઘરઆંગણે સૌથી વધુ સ્કોર (વનડે)
૧૫૪ - પ્રતિકા રાવલ (૨૦૨૫)
૧૩૬ – સ્મૃતિ મંધાના
૧૩૫ - સ્મૃતિ મંધાના (૨૦૨૫)
૧૧૭ – સ્મૃતિ મંધાના








