મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારતીય ટીમે 304 રને આયર્લેન્ડને કચડ્યું, વન ડે ઈતિહાસમાં સૌથી મોટી જીત સાથે બનાવ્યા આ રેકોર્ડ

ગુજરાતના રાજકોટમાં રમાયેલી ત્રીજી વન ડે ઈન્ટરનેશનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે

ભારતીય ટીમે 304 રને આયર્લેન્ડને કચડ્યું, વન ડે ઈતિહાસમાં સૌથી મોટી જીત સાથે બનાવ્યા આ રેકોર્ડ

ગુજરાતના રાજકોટમાં રમાયેલી ત્રીજી વન ડે ઈન્ટરનેશનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આયરલેન્ડ સામે મોટી જીત નોંધાવી છે. ભારતે 304 રનથી આયર્લેન્ડને હરાવી નવો રેકોર્ડ બનાવ્યો છે. વન ડેમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની અત્યાર સુધીની આ સૌથી મોટી જીત છે.રાજકોટમાં આયરલેન્ડ વિરૂદ્ધ રમતા ત્રીજી વન ડે મેચમાં ભારતે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 435 રન બનાવ્યા હતા. જેના પછી આયર્લેન્ડનો દાવ ફક્ત 131 રન પર જ સમેટાઈ ગયો હતો. ભારત તરફથી બેટિંગ કરતા સ્મૃતિ મંધાનાએ ૧૩૫ રન અને પ્રતિકા રાવલે ૧૫૪ રન બનાવ્યા હતા.

પહેલીવાર ભારતીય મહિલા ટીમે 300થી વધુ રને મેળવી જીત

સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બુધવારે (15 જાન્યુઆરી) મોટો ઇતિહાસ રચ્યો છે. આવું પહેલીવાર બન્યું છે, જ્યારે ભારતીય મહિલા ટીમે 300 કે તેનાથી વધુ રનથી વનડે ક્રિકેટમાં જીત મેળવી હોય. આ પહેલા ભારતીય ટીમના નામે 249 રનના અંતરથી જીતનો રેકોર્ડ હતો, જે તેમણે 2017માં આયરલેન્ડ વિરૂદ્ધ નોંધાવ્યો હતો. 

 મહિલા ટીમે મેન્સ ટીમનો પણ રેકોર્ડ તોડ્યો

ભારતની મહિલા ટીમે જે મહારેકોર્ડ બનાવ્યો છે તેમાં મેન્સ ટીમનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. 2011માં ઇન્દોરમાં વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ ભારતીય મેન્સ ટીમે 418/5નો સ્કોર બનાવ્યો હતો. વન ડેમાં મહિલા ક્રિકેટમાં સૌથી વધુ એક ઇનિંગમાં રન બનાવવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે. આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડે 2018માં આયરલેન્ડ વિરૂદ્ધ જ બનાવ્યો હતો.

સ્મૃતિ મંધાનાએ રચ્ચો ઇતિહાસ

 ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સ્મૃતિ મંધાનાએ રાજકોટમાં આયર્લેન્ડ સામે રમાઈ રહેલી વન-ડે સીરિઝની ત્રીજી અને છેલ્લી વન-ડે મેચમાં શાનદાર સદી ફટકારી છે. મંધાનાએ માત્ર 70 બોલમાં પોતાની સદી પૂરી કરી અને આ સાથે જ મહિલા વનડે ક્રિકેટના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. મંધાનાએ ભારત માટે મહિલા વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી લીધી છે. આ સાથે જ તેણે હરમનપ્રીતનો સૌથી ઝડપી સદીનો રેકોર્ડ મોટા અંતરથી તોડી નાખ્યો છે.

આ પહેલા હરમનપ્રીતે 2024માં દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે મેચમાં 87 બોલમાં સદી ફટકારી હતી. હરમનપ્રીતે 2017થી આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જ્યારે તેણે 2017 ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ડર્બીમાં 90 બોલમાં સદી ફટકારી હતી. મહિલા વનડેમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ મેગ લેનિંગના નામે છે, જેણે 2012માં ન્યૂઝીલેન્ડ સામે 45 બોલમાં સદી ફટકારી હતી.

સ્મૃતિ મંધાનાની વન-ડે કરિયરની આ 10મી સદી છે. આ સાથે જ ભારતીય ઓપનિંગ બેટ્સમેન વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં 10 સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. એટલું જ નહીં તે મહિલા વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં 10 કે તેથી વધુ સદી ફટકારનારી વિશ્વની ચોથી ખેલાડી બની ગઈ છે. 

પ્રતિકા રાવલે પણ ફટકારી પ્રથમ વન ડે સદી

આ મેચમાં સ્મૃતિ મંધાના સિવાય ઓપનર પ્રતિકા રાવલે પણ 129 બોલમાં 154 રનની ઇનિંગ રમી હતી. પ્રતિકાએ આ દરમિયાન 20 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. પ્રતિકાની આ પ્રથમ વન ડે સદી છે. પ્રતિકા રાવલે અત્યાર સુધી 6 વન ડે મેચમાં 444 રન બનાવ્યા છે. 

મહિલા વનડેમાં 400થી વધુનો સ્કોર

491/4 - ન્યૂઝીલેન્ડ  vs આયર્લેન્ડ, ડબલિન, 2018
455/5 -   ન્યૂઝીલેન્ડ vs પાકિસ્તાન, ક્રાઈસ્ટચર્ચ, 1997
440/3 - ન્યૂઝીલેન્ડ vs આયર્લેન્ડ, ડબલિન, 2018
435/5 - ભારત vs આયર્લેન્ડ, રાજકોટ, 2025
418 - ન્યૂઝીલેન્ડ vs આયર્લેન્ડ, ડબલિન, 2018
412/3 - ઓસ્ટ્રેલિયા vs ડેનમાર્ક, મુંબઈ, 1997

મહિલા ODIમાં ભારતીય ક્રિકેટર્સનો રેકોર્ડ સ્કોર

188 - દીપ્તિ શર્મા vs આયર્લેન્ડ, પોચેફસ્ટ્રુમ, 2017
171* - હરમનપ્રીત કૌર vs ઓસ્ટ્રેલિયા, ડર્બી, 2017
154 - પ્રતિક રાવલ vs આયર્લેન્ડ, રાજકોટ, 2025
143* - હરમનપ્રીત કૌર vs ઈંગ્લેન્ડ કેન્ટરબરી, 2022ठ़
138* - જયા શર્મા vs પાકિસ્તાન, કરાચી, 2005

પ્રતિકા રાવલે પણ પોતાની પ્રથમ વનડે સદી ફટકારી

આ મેચમાં સ્મૃતિ સિવાય ઓપનર પ્રતિકા રાવલે પણ 129 બોલમાં 154 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 20 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતાં. પ્રતિકાની આ પ્રથમ વનડે સદી હતી. પ્રતિકા રાવલે અત્યાર સુધી છ વનડે ઇનિંગ્સમાં 74ની એવરેજથી 444 રન બનાવ્યા છે. પ્રથમ છ મહિલા વન-ડે પછી કોઈપણ ખેલાડી દ્વારા બનાવેલા આ સૌથી વધુ રન છે. આ મેચમાં પ્રતિકા અને કેપ્ટન મંધાનાએ પ્રથમ વિકેટ માટે 26.4 ઓવરમાં 233 રનની ભાગીદારી કરી હતી. ત્રીજા નંબર પર રમવા આવેલી રિચા ઘોષે પણ 59 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

મહિલા વનડેમાં સૌથી ઝડપી સદી

મેગ લેનિંગ: ન્યૂઝીલેન્ડ સામે 45 બોલમાં, 2012/13
કેરેન રોલ્ટન: દક્ષિણ આફ્રિકા સામે 57 બોલમાં, 2000/01
સોફી ડિવાઇન: આયર્લેન્ડ સામે 59 બોલમાં, 2018
હર્ષિતા જયંગાણી: ન્યૂઝીલેન્ડ સામે60 બોલમાં, 2023
મેડી ગ્રીન: આર્યલેન્ડ સામે 62 બોલમાં, 2018
નેટ સાયવર: શ્રીલંકા સામે 66 બોલમાં, 2023
ચાર્લોટ એડવર્ડ્સ: ન્યૂઝીલેન્ડ સામે70 બોલમાં, 2011/12
સ્મૃતિ મંધાના: આયર્લેન્ડમાં70 બોલમાં, 2024

મહિલા વનડેમાં સૌથી વધુ સદી

મેગ લેનિંગ - 103 મેચમાં 15 સદી
સુઝી બેટ્સ - 168 મેચમાં 13 સદી
ટેમી બ્યુમોન્ટ - 126 મેચમાં 10 સદી
સ્મૃતિ મંધાના - 97 મેચમાં 10 સદી

આ સમાચાર શેર કરો