Video: રાઈઝિંગ એશિયા કપમાં ભારતની મોટી જીત, નેપાળ 26 રનમાં ઓલઆઉટ

દોહા ખાતે રમાઈ રહેલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં ભારતS મોટી જીત સાથે અભિયાનની શરૂઆત કરી. ભારતીય ટીમે નેપાળ સામે 306 રનના વિશાળ અંતરથી ઐતિહાસિક જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 332 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો. જેના જવાબમાં ભારતીય બોલરોના ઘાતક આક્રમણ સામે નેપાળની આખી ટીમ માત્ર 11.3 ઓવરમાં જ 26 રનમાં સમેટાઈ ગઈ હતી. પ્રિન્સ યાદવે 5 વિકેટ ઝડપી જ્યારે હર્ષિત રાણાએ 4 વિકેટ ઝડપી. તો તિલક વર્મા અને કુમાર કૃશાગ્રએ સદી ફટકારી હતી.
જાહેરાત









