મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND-W vs WI-W / ત્રીજી વનડેમાં દીપ્તિ-રેણુકાનો કમાલ, ભારતે મેચ જીતીને વેસ્ટ ઈન્ડિઝને કર્યું ક્લીન સ્વીપ

દીપ્તિ શર્મા અને રેણુકા સિંહની શાનદાર બોલિંગ સામે વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે ત્રીજી વનડેમાં સરેન્ડર

IND-W vs WI-W / ત્રીજી વનડેમાં દીપ્તિ-રેણુકાનો કમાલ, ભારતે મેચ જીતીને વેસ્ટ ઈન્ડિઝને કર્યું ક્લીન સ્વીપ

દીપ્તિ શર્મા અને રેણુકા સિંહની શાનદાર બોલિંગ સામે વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે ત્રીજી વનડેમાં સરેન્ડર કર્યું હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આ મેચ 5 વિકેટથી જીતી લીધી હતી. આ સાથે ભારતીય મહિલાઓએ પણ સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું હતું. ભારતે પ્રથમ વનડે 211 રને અને બીજી મેચ 115 રને જીતી હતી.

આ પણ વાંચો: IND vs AUS / મેલબર્ન ટેસ્ટનો બીજો દિવસ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો, ભારત હજુ પણ 310 રન પાછળ

વેસ્ટ ઈન્ડિઝની ટીમ 162 રન પર સમેટાઈ ગઈ

મેચની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવી હતી. ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને તે 162 રનમાં સમેટાઈ ગઈ હતી. રેણુકા સિંહે પહેલા જ બોલ પર કિયાના જોસેફનો શિકાર કર્યો હતો. તેણે પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર કેપ્ટન હેલી મેથ્યુસને બોલ્ડ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝની ઓપનિંગ જોડી ખાતું પણ નહતી ખોલાવી શકી.

દીપ્તિ શર્માએ 6 વિકેટ લીધી 

રેણુકાએ 5મી ઓવરમાં ડિન્ડ્રા ડોટિનને બોલ્ડ કરી હતી. ડિન્ડ્રાએ 12 બોલનો સામનો કર્યો અને 5 રન બનાવ્યા હતા. શેમાઈન કેમ્પબેલ અડધી સદી ચૂકી ગઈ હતી. તેણે 62 બોલમાં 46 રન બનાવ્યા હતા. આ પછી જેડા જેમ્સે 1 રન બનાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ચિનેલે હેનરીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 72 બોલમાં 61 રન બનાવ્યા હતા. રેણુકાએ જ તેને બોલ્ડ કરી હતી.

આ પછી આલિયા અલ્લેનેએ 21 રન, અફી ફ્લેચરે 1 રન, અશ્મિની મુનિસરે 4 રન અને મેન્ડી મંગરુએ 9 રન બનાવ્યા હતા. ભારત માટે રેણુકા સિંહે 9.5 ઓવર ફેંકી અને 2.90ની ઈકોનોમીમાં 29 રન આપીને 4 વિકેટ લીધી. તેમજ દીપ્તિ શર્માએ 10 ઓવરમાં 31 રન આપીને 6 સફળતા મેળવી હતી.

ટીમ ઈન્ડિયાએ 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો

ભારતીય મહિલા ટીમે 28.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 163 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 4 રન બનાવ્યા હતા. આ પછી હરલીન દેઓલે 1 રન, પ્રતિકા રાવલે 18 રન, કેપ્ટન હરમનપ્રીત કૌરે 32 રન અને જેમિમાહ રોડ્રિગ્સે 29 રન બનાવ્યા હતા.

જ્યારે દીપ્તિ શર્મા 48 બોલમાં 39 રન અને રિચા ઘોષ 11 બોલમાં 23 રન બનાવીને અણનમ રહી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ડિન્ડ્રા ડોટિન, આલિયા અલ્લેને, કેપ્ટન હેલી મેથ્યુઝ, અફી ફ્લેચર અને કરિશ્મા રામહારેકે 1-1 વિકેટ લીધી હતી.

આ સમાચાર શેર કરો