મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS / મેલબર્ન ટેસ્ટનો બીજો દિવસ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો, ભારત હજુ પણ 310 રન પાછળ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબર્ન ટેસ્ટ મેચના બીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. બોક્સિંગ ડે પર શરૂ થયેલી આ મેચના બંને દિવસ

IND vs AUS / મેલબર્ન ટેસ્ટનો બીજો દિવસ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો, ભારત હજુ પણ 310 રન પાછળ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબર્ન ટેસ્ટ મેચના બીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. બોક્સિંગ ડે પર શરૂ થયેલી આ મેચના બંને દિવસ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમે 6 વિકેટના નુકસાન પર 311 રનના સ્કોરથી શરૂઆત કરી હતી. સ્ટીવ સ્મિથ અને પેટ કમિન્સે પ્રથમ સેશનમાં સદીની પાર્ટનરશિપ કરી હતી. સ્ટીવ સ્મિથની 140 રનની ઈનિંગની મદદથી કાંગારૂ ટીમે પ્રથમ દાવમાં 474 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. બીજા સેશનમાં ભારતનો વારો હતો, દિવસના અંતે ટીમે 5 વિકેટના નુકસાન પર 164 રન બનાવી લીધા હતા.

આ પણ વાંચો: IND vs AUS: ટીમ ઈન્ડિયાએ પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ, મેદાન પર કાળી પટ્ટી પહેરીને રમવા ઉતર્યા ખેલાડી

કેપ્ટન રોહિત શર્મા પોતાને પ્રમોટ કરીને યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો. જોકે, તેનું ખરાબ પ્રદર્શન ચાલુ રહ્યું અને તે 3 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે 51 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ ખરાબ શરૂઆત બાદ યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીએ ઈનિંગને સંભાળી હતી. બંને વચ્ચે સદીની પાર્ટનરશિપ થઈ હતી અને ટીમે 2 વિકેટના નુકસાન પર 153 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ત્રીજા સેશનમાં યશસ્વી જયસ્વાલ કમનસીબે 85 રન બનાવીને રનઆઉટ થયો હતો. આ પછી વિરાટ કોહલી 36 અને નાઈટ વોચમેન તરીકે આવેલો આકાશ દીપ 0 રને આઉટ થયો હતો. આ રીતે 6 રનની અંદર 3 વિકેટ પડી ગઈ અને ટીમ ઈન્ડિયા ફરી મુશ્કેલીમાં મુકાઈ ગઈ.

આ સમાચાર શેર કરો