Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Indian women scored fastest century in women's T20 cricket

ભારતીય મહિલા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, વિમેન્સ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Timeછેલ્લું અપડેટ : 18 Oct 2025
લાઇવ ટીવીGoogle News
ભારતીય મહિલા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, વિમેન્સ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સોર્સ : GSTV

ભારતીય બેટ્સમેન કિરણ નવગિરેએ ઈતિહાસના પાના પર પોતાનું નામ લખાવ્યું છે. તે હવે વિમેન્સ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગઈ છે. કિરણે મહારાષ્ટ્ર અને પંજાબ વચ્ચેની સિનિયર વિમેન્સ T20 ટ્રોફી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. 17 ઓક્ટોબર, શુક્રવારના રોજ નાગપુરના VCA સ્ટેડિયમ (સિવિલ લાઈન્સ) ખાતે મહારાષ્ટ્ર માટે ઓપનિંગ કરવા આવેલી કિરણે માત્ર 34 બોલમાં સદી ફટકારી હતી.

App Store

કુલ મળીને, કિરણ નવગિરે 35 બોલમાં અણનમ 106 રન બનાવ્યા, જેમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે ન્યુઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઇનનો ત્રણ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, જેણે જાન્યુઆરી 2021માં વેલિંગ્ટન માટે ઓટાગો સામે 36 બોલમાં સદી ફટકારી હતી. રાઈટી બેટ્સમેન કિરણની વિસ્ફોટક ઈનિંગને કારણે, મહારાષ્ટ્રે 111 રનનો ટાર્ગેટ માત્ર 8 ઓવરમાં એક વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો.

આ ઈનિંગ કિરણ નવગિરેની સ્ટ્રાઇક રેટ 302.86 હતી. કિરણ T20 ક્રિકેટમાં સદી દરમિયાન 300+ની સ્ટ્રાઇક રેટ ધરાવતી પ્રથમ મહિલા ક્રિકેટર છે. કિરણે મુક્તા માગરે સાથે બીજી વિકેટ માટે અણનમ 103 રનની પાર્ટનરશિપ કરી હતી, જેણે ફક્ત 6 રન બનાવ્યા હતા.મહારાષ્ટ્રએ રન ચેઝમાં 113/1નો સ્કોર કર્યો હતો. વિમેન્સ T20 ક્રિકેટ ઈતિહાસમાં આ સૌથી ઓછો ટીમ સ્કોર છે જેમાં કોઈ ખેલાડીએ સદી ફટકારી હોય. અગાઉ, આ રેકોર્ડ સાઉથ આફ્રિકાની એનેરી ડર્કસેનના નામે હતો, જેણે કુલ 123 રનમાંથી એકલા હાથે 106 રન બનાવ્યા હતા.

અરુણાચલ સામે 162 રન બનાવ્યા

કિરણ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના મીરે ગામની રહેવાસી છે, જે પુણેથી લગભગ 200 કિલોમીટર દૂર છે. 31 વર્ષીય કિરણ મે 2022માં વિમેન્સ T20 ટ્રોફીમાં નાગાલેન્ડ માટે 35 છગ્ગા ફટકારીને ચર્ચામાં આવી હતી. તેણે અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં 76 બોલમાં 162 રન બનાવ્યા હતા.

આ પ્રભાવશાળી પ્રદર્શનને કારણે તેણે તે જ વર્ષે ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે ઈંગ્લેન્ડ સામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. જોકે, તે વિમેન્સ એશિયા કપ 2022થી ટીમ ઇન્ડિયાની ટીમમાંથી બહાર છે. કિરણે ભારત માટે 6 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માં UP વોરિયર્સ ટીમની સભ્ય છે. તેણે WPLમાં અત્યાર સુધી 24 ઈનિંગ્સમાં 419 રન બનાવ્યા છે.