Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Rohit Sharma: 'Hitman' himself revealed this big thing, fans were happy for 2027 wc

Rohit sharma: 'હિટમેન' એ પોતે આ મોટી વાતનો ખુલાસો કર્યો, ફેન્સ થયા ખુશ

Timeછેલ્લું અપડેટ : 18 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Rohit sharma:  'હિટમેન' એ પોતે આ મોટી વાતનો ખુલાસો કર્યો, ફેન્સ થયા ખુશ
સોર્સ : GSTV

રોહિત શર્માના ફેન્સ તેને 2027 ODI વર્લ્ડ કપમાં રમતા જોવા માંગે છે. ત્યારે આ અંગે રોહિતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું છે કે, તે 2027 વર્લ્ડ કપમાં રમવા માંગે છે. રોહિત હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે, જ્યાં ભારતીય ટીમ 19 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI સિરિઝ રમશે.

App Store

હા, હું વર્લ્ડ કપમાં રમવા માંગુ છું...

રોહિત શર્મા 'Make a Wish Child' સંસ્થા સાથે મળીને, એક બાળકને મળ્યો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી હારી ગઈ હતી. રોહિત વર્લ્ડ કપ ટ્રોફી ઉપાડવાનું પોતાનું અધૂરું સ્વપ્ન પૂરું કરવા માંગે છે.

વિડીયોમાં, બાળકે રોહિત શર્માને પૂછ્યું કે આગામી વર્લ્ડ કપ ક્યારે છે, જેના પર રોહિત શર્માએ જવાબ આપ્યો, "2027." બાળકે બીજો પ્રશ્ન પૂછ્યો, "શું તમે 2027 વર્લ્ડ કપમાં રમશો?" આ પ્રશ્ન મામલે રોહિત શર્માનો જે જવાબ હતો તે સાંભળીને ચાહકો ખુશ થઈ જશે. રોહિતે કહ્યું, "હા, હું વર્લ્ડ કપમાં રમવા માંગુ છું." બાળકના પ્રશ્નોના જવાબ આપતા રોહિતે કહ્યું કે, ODI વર્લ્ડ કપ જીતવું એ પણ તેનું સ્વપ્ન છે.

તમને જણાવી દઈએ કે, કરોડો ક્રિકેટ ફેન્સ ચાહે છે કે, રોહિત શર્મા આગામી ODI વર્લ્ડ કપ રમે, તમને શું લાગે છે રોહિત શર્મા આ  વર્લ્ડ કપ રમશે?