Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Shubman Gill opens up about his relation with Rohit and Kohli after becoming ODI captain

IND vs AUS / 'તે બંને ખૂબ...', ODI કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલે ROKO સાથેના પોતાના સંબંધ વિશે કર્યો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 18 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs AUS / 'તે બંને ખૂબ...', ODI કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલે ROKO સાથેના પોતાના સંબંધ વિશે કર્યો ખુલાસો
સોર્સ : GSTV

શુભમન ગિલ ભારતની ODI ટીમનો નવો કેપ્ટન બન્યો ત્યારથી, રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથેના તેના સંબંધો અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે. રોહિતને હટાવીને ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જોકે, બંને ખેલાડીઓનું ODI વર્લ્ડ કપ 2027માં ર્નવું મુશ્કેલ લાગે છે.

App Store

ODI કેપ્ટનશિપ સંભાળ્યા પછી, ગિલે પહેલીવાર ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પછી બંને અનુભવી ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો અને નેતૃત્વમાં ફેરફાર પછી શું બદલાયું છે તે સમજાવ્યું. ગિલે તેના અને બંને અનુભવી ખેલાડીઓ વચ્ચે કોઈ મતભેદ હોવાની વાતનો સ્પષ્ટપણે ઈનકાર કર્યો છે.

બહારના મંતવ્યો અલગ

ગિલની ODI કેપ્ટન તરીકે નિમણૂક થયા પછી, ભારત 19 ઓક્ટોબરે પહેલીવાર ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે. મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપનાર ગિલે જણાવ્યું હતું કે બહાર જે વાતો થઈ રહી છે, તે અલગ છે. ગિલે કહ્યું, "મને લાગે છે કે બહાર જે કંઈ થઈ રહ્યું છે તે એકદમ અલગ છે, પરંતુ અમારી વચ્ચે કંઈ નથી બદલાયું. બધું પહેલા જેવું જ છે, અને તે બંને ખૂબ મદદરૂપ છે. તેઓ ગમે તે અનુભવે, તેમની પાસે જે પણ અનુભવ છે, પિચ સમજવાનો, પરિસ્થિતિઓને સમજવાનો, હું તેમની પાસે જાઉં છું અને તેઓ શું વિચારે છે તે પૂછું છું. હું લોકોના મંતવ્યો સાંભળવાનું પસંદ કરું છું અને પછી મારી સમજણના આધારે નિર્ણયો લઉં છું."

"મારો બંને સાથે સારો સંબંધ છે"

ગિલે કહ્યું કે તેમનો બંને દિગ્ગજો સાથે સારો સંબંધ છે. તેણે કહ્યું, "મારી વિરાટ ભાઈ અને રોહિત ભાઈ બંને સાથે સારી મિત્રતા છે. જ્યારે પણ મને કોઈ પણ પ્રકારની શંકા હોય છે, ત્યારે હું સલાહ લેવા માટે તેમની પાસે જાઉં છું. હું તેમની સલાહ માંગું છું, અને તેઓ મને જણાવવામાં અચકાતા નથી. મને લાગે છે કે આ અનુભવ સૌથી મોટી સંપત્તિ છે."