Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : New format introduced in cricket know when will it launch

ક્રિકેટમાં નવા ફોર્મેટની થઈ જાહેરાત, જાણો ક્યારે થશે લોન્ચ અને કેવા હશે તેના નિયમ

Timeછેલ્લું અપડેટ : 17 Oct 2025
લાઇવ ટીવીGoogle News
ક્રિકેટમાં નવા ફોર્મેટની થઈ જાહેરાત, જાણો ક્યારે થશે લોન્ચ અને કેવા હશે તેના નિયમ
સોર્સ : GSTV

ટેસ્ટ, ODI અને T20 પછી, ક્રિકેટની દુનિયામાં એક નવું ફોર્મેટ લોન્ચ થવાનું છે. આ ફોર્મેટનું નામ 'ટેસ્ટ ટ્વેન્ટી' (Test Twenty) રાખવામાં આવ્યું છે. ટેસ્ટ, ODI અને T20 પછી આ રમતનું ચોથું ફોર્મેટ હશે. આ નવી ચેમ્પિયનશિપનો ઉદ્દેશ્ય ક્રિકેટને વિશ્વભરમાં વધુ લોકપ્રિય બનાવવાનો છે. આ નવું ફોર્મેટ 13થી 19 વર્ષની વયના યુવા ખેલાડીઓ માટે યોજાશે.

App Store

ગુરુવારે, મેથ્યુ હેડન, હરભજન સિંહ, સર ક્લાઈવ લોયડ અને એબી ડી વિલિયર્સે આયોજક ગૌરવ બહિરવાની સાથે મળીને આ નવા ફોર્મેટની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટની પ્રથમ બે સિઝન ભારતમાં યોજાશે, જેમાં પહેલી જાન્યુઆરી 2026માં શરૂ થશે.

આયોજકોની યોજના છે કે શરૂઆતમાં થોડા વર્ષો તેને ભારતમાં જ યોજવામાં આવે, તેને ટૂરિંગ લીગ તરીકે વિવિધ દેશોમાં વિસ્તારવા આવે. આયોજકોએ એમ પણ જણાવ્યું હતું કે 13થી 19 વર્ષના યુવાનો માટે મેચમાં પ્રવેશ સંપૂર્ણપણે ફ્રી રહેશે, બસ તેમણે તેમનું માન્ય ઓળખપત્ર દેખાડવું પડશે.

મેચ કેટલી ઓવર ચાલશે?

આ નવા ફોર્મેટમાં, દરેક મેચ 80 ઓવરની હશે. બંને ટીમો 20-20 ઓવરની બે ઈનિંગ્સ રમશે, અને કુલ પરિણામ દરેક ઈનિંગ્સના સ્કોર ઉમેરીને નક્કી કરવામાં આવશે. આનો અર્થ એ છે કે દરેક ટીમને ટેસ્ટ મેચની જેમ બેટિંગ કરવાની બે તક મળશે. આ ફોર્મેટમાં ટેસ્ટ અને T20 ક્રિકેટ બંનેના નિયમોને જોડવામાં આવ્યા છે, આ સાથે કેટલાક નવા નિયમો પણ ઉમેરવામાં આવ્યા છે. મેચ જીત, હાર, ટાઈ અથવા ડ્રોમાં સમાપ્ત થઈ શકે છે.

લોયડે શું કહ્યું?

વેસ્ટ ઈન્ડિઝને બે વર્લ્ડ કપ જીતાડનાર દિગ્ગજ ખેલાડી ક્લાઈવ લોયડે કહ્યું કે તાજેતરના સમયમાં ટેસ્ટ ક્રિકેટની અવગણના કરવામાં આવી છે. ભારત સામેની બે ટેસ્ટ મેચની સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ 2-0થી હારી ગયા બાદ તેમણે આવી પ્રતિક્રિયા આપી હતી. લોયડે કહ્યું કે કેરેબિયન ક્રિકેટમાં ટેસ્ટ ફોર્મેટની વર્તમાન સ્થિતિને જોતાં, તે આ નવા ફોર્મેટના પક્ષમાં છે અને તેને રમતના ભવિષ્ય માટે એક સારું પગલું માને છે.