Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Indian Star Gets Wild Card Entry into IPL 2026 Auction

IPL 2026ના ઓક્શનમાં ભારતીય સ્ટાર ખેલાડીની થઈ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, હરાજીના એક દિવસ પહેલા નોંધાયું નામ

Timeછેલ્લું અપડેટ : 15 Dec 2025
લાઇવ ટીવીGoogle News
IPL 2026ના ઓક્શનમાં ભારતીય સ્ટાર ખેલાડીની થઈ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, હરાજીના એક દિવસ પહેલા નોંધાયું નામ
સોર્સ : GSTV

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ના ઓક્શનમાં હવે ફક્ત એક દિવસ બાકી છે. આ વખતે મિની ઓક્શન અબુ ધાબીમાં થશે અને મોટાભાગની ટીમો ઓક્શન માટે પહોંચી ગઈ છે. ઓક્શન માટે 350થી વધુ ખેલાડીઓની અંતિમ યાદી તૈયાર કરવામાં આવી હતી અને હવે એક દિવસ પહેલા જ એક નવું નામ ઉમેરવામાં આવ્યું છે. ભારતીય ઘરેલુ ક્રિકેટનો સ્ટાર બેટ્સમેન અભિમન્યુ ઈશ્વરન પણ IPL 2026ના ઓક્શનમાં ભાગ લેશે.

App Store

IPL 2026ના ઓક્શનમાં ભારતીય સ્ટારની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી

BCCIએ ઓક્શન માટે 350થી વધુ ખેલાડીઓના નામની પુષ્ટિ કરી હતી અને કેટલાક મોટા નામો યાદીમાંથી ગાયબ હતા. હવે ઓક્શન પહેલા અભિમન્યુ ઈશ્વરનનું નામ યાદીમાં ઉમેરવામાં આવ્યું છે. શરૂઆતમાં કોઈ ટીમે તેનામાં રસ નહતો દાખવ્યો, પરંતુ હવે એક ટીમે BCCIને તેને ઉમેરવા માટે કહ્યું છે. આ જ કારણ છે કે છેલ્લી ઘડીએ અચાનક તેને IPL ના ઓક્શનમાં સામેલ કરવામાં આવ્યો છે. સ્પષ્ટપણે આ ટીમ અભિમન્યુને ખરીદવામાં રસ ધરાવે છે અને હવે IPL ઓક્શનમાં તેનું નસીબ ચમકી શકે છે.

અભિમન્યુ ઈશ્વરન ક્યારેય IPL નથી રમ્યો

અભિમન્યુ ઈશ્વરન ક્યારેય IPL રમ્યો નથી, જે આશ્ચર્યજનક છે. તેણે અગાઉ ઓક્શનમાં પોતાનું નામ નોંધાવ્યું હતું, પરંતુ કોઈપણ ટીમે તેને ક્યારેય ખરીદ્યો નહતો. હવે, એવું લાગે છે કે આખરે કોઈ ટીમે તેનામાં રસ દાખવ્યો છે અને તેને IPL 2026નો ભાગ બનવાની તક મળી શકે છે. હવે જોવાનું એ રહેશે કે તે કઈ ટીમ છે જે અભિમન્યુને ખરીદવા માંગે છે.

SMATમાં શાનદાર પ્રદર્શનનું મળશે ઈનામ

અભિમન્યુ ઈશ્વરને તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. તેણે બંગાળ માટે સાત મેચ રમી છે, જેમાં 266 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 44.33ની હતી. તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી હતી. તેણે 152.00ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. આ કારણોસર ટીમે તેના પર ધ્યાન આપ્યું છે અને તેને IPL 2026ના ઓક્શનમાં સ્થાન મળ્યું છે.