Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Players to watch out in IPL 2026 mini auction

IPL 2026ના મિની ઓક્શનમાં કોણ હશે સૌથી મોંઘો ખેલાડી? આ 5 પ્લેયર્સ પર રહેશે દરેકની નજર

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2025
લાઇવ ટીવીGoogle News
IPL 2026ના મિની ઓક્શનમાં કોણ હશે સૌથી મોંઘો ખેલાડી? આ 5 પ્લેયર્સ પર રહેશે દરેકની નજર
સોર્સ : GSTV

IPL 2026ના ઓક્શન માટે અમુક ફ્રેન્ચાઈઝીઓના ખિસ્સામાં ઘણા પૈસા છે. તેથી, કેટલાક ખેલાડીઓ એવા હશે જે આવતા અઠવાડિયે અચાનક કરોડપતિ બની શકે છે. IPL 2026ના મિની ઓક્શનમાં તેમના પર પૈસાનો વરસાદ થઈ શકે છે.

App Store

ઓક્શનમાં ફ્રેન્ચાઈઝીઓ ખેલાડીની ક્વોલિટી કરતાં વધુ એ જોશે કે કયો ખેલાડી સૌથી વધુ જરૂરિયાતવાળા રોલ નિભાવી શકે છે. આનો અર્થ એ છે કે ઓલરાઉન્ડર સ્ટાર્સ, ટોપ ક્વોલિટીવાળા ફિનિશર્સ અને પેસર્સની માંગ રહેશે. હવે દરકેના મનમાં સવાલ ઉભો થાય છે કે IPL 2026 ઓક્શનમાં સૌથી મોંઘો ખેલાડી કોણ હશે? ચાલો તમને એવા 5 ખેલાડીઓ વિશે જણાવીએ જેના પર બધાની નજર હશે.

કેમેરોન ગ્રીન

કેમેરોન ગ્રીન આ ઓક્શનમાં સૌથી વધુ બોલી માટે મોટો ઉમેદવાર હોઈ શકે છે. ઓસ્ટ્રેલિયન સીમ-બોલિંગ ઓલરાઉન્ડર T20 ક્રિકેટમાં ટેલેન્ટેડ ખેલાડીઓમાંથી એક છે. ઈજાને કારણે એક સિઝન ગુમાવ્યા પછી તે કદાચ સૌથી શ્રેષ્ઠ ખેલાડી તરીકે વાપસી કરી શકે છે. વધુમાં,તેને પ્યોર બેટ્સમેન તરીકે પણ ખરીદવામાં આવી શકે છે.

2024 સિઝન પછી જ્યાં તેની એવરેજ 50.22ની હતી અને તેનો સ્ટ્રાઈક રેટ 160થી વધુ હતો, ગ્રીનને 20 કરોડ રૂપિયાથી વધુ કિંમતે ખરીદવામાં આવી શકે છે અને કોલકાતા નાઈટ રાઈડર્સ અથવા ચેન્નાઈ સુપર કિંગ્સ તેમની મિડલ-ઓર્ડરની જરૂરિયાતોને આધારે મોટી બોલી લગાવી શકે છે.

મથિશા પથિરાના

ચેન્નાઈ સુપર કિંગ્સે તેને રિલીઝ કરીને ફેન્સને આશ્ચર્યચકિત કર્યા છે. પથિરાનાને ઓક્શનમાં ડેથ-બોલિંગ વિકલ્પ તરીકે જોઈ શકાય છે. ઈચ્છા મુજબ યોર્કર ફેંકવામાં સક્ષમ, પથિરાના 2025માં શાંત સિઝન પછી પરત ફરવા માટે તૈયાર છે. CSK તેના શ્રીલંકન સ્ટારને પાછો લાવી શકે છે, પરંતુ તેને 2025માં ડેથ બોલિંગ સાથે સંઘર્ષ કરતી ટીમો સાથે પણ સ્પર્ધા કરવી પડશે.

રવિ બિશ્નોઈ

રવિ બિશ્નોઈ સૌથી મોંઘો ભારતીય ખેલાડી હોઈ શકે છે. ભારતીય ટીમનો ક્વોલિટી લેગ-સ્પિનર, જો યોગ્ય વાતાવરણ આપવામાં આવે તો તે ચોક્કસપણે ચમકશે. KKRને સારા સ્પિન એટેકમાં રસ હોઈ શકે છે. જાડેજા-અશ્વિન જોડી પછી CSKને નૂર અહેમદ માટે એક પાર્ટનરની જરૂર છે. સનરાઈઝર્સ હૈદરાબાદને સ્પિન બોલિંગ સપોર્ટની જરૂર છે. આવી સ્થિતિમાં તેને સરળતાથી 15 કરોડ રૂપિયાથી વધુ કિંમતે ખરીદી શકાય છે.

વેંકટેશ અય્યર

ભારતીય બેટ્સમેનોમાં બે મુખ્ય નામો જે સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરશે તે છે પૃથ્વી શો અને વેંકટેશ અય્યર. શો ગઈ સિઝનમાં અનસોલ્ડ રહ્યો હતો. દરમિયાન, અય્યર ચોક્કસપણે વધુ પૈસા મેળવી શકે છે. તે હવે એક પ્યોર બેટ્સમેન છે, છેલ્લા કેટલાક વર્ષોમાં તેની બોલિંગમાં ઘટાડો થયો છે, પરંતુ ઘણી ટીમો છે જે તેમના મિડલ ઓર્ડરને સ્થિર કરવા માટે વેંકટેશનો ઉપયોગ કરી શકે છે.

વાનિંદુ હસરંગા

વાનિંદુ હસરંગાની વેલ્યુ એક લોઅર ઓર્ડર  પાવર હિટર તરીકે હશે. તે 4 ઓવર હાઈ ક્વોલિટી સ્પિન સાથે બેટિંગ વિકલ્પ પૂરો પાડી શકે છે. CSKને ખૂબ રસ હોવો જોઈએ અને SRH અને RR જેવી જૂની ટીમોને પણ, જેમને સ્પિન વિભાગમાં સપોર્ટ અને લોઅર ઓર્ડર હિટિંગની જરૂર છે.