મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Republic Day 2025 / ભારતીય ક્રિકેટરોએ પાઠવી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ, રોહિતે શેર કર્યો ખાસ ફોટો

ભારત આજે તેનો 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. આ વર્ષ ભારત માટે ખાસ છે કારણ કે ભારતીય બંધારણે તેના

Republic Day 2025 / ભારતીય ક્રિકેટરોએ પાઠવી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ, રોહિતે શેર કર્યો ખાસ ફોટો

ભારત આજે તેનો 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. આ વર્ષ ભારત માટે ખાસ છે કારણ કે ભારતીય બંધારણે તેના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય રાજધાનીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ભારતીય ક્રિકેટરોએ પણ સમગ્ર દેશને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો: Republic Day 2025 / અમિતાભ બચ્ચનથી લઈને હેમા માલિની સુધી, સેલેબ્સે પાઠવી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માથી લઈને મહાન બેટ્સમેન સચિન તેંડુલકર સુધી, બધાએ સમગ્ર દેશને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી. આ યાદીમાં ભૂતપૂર્વ ભારતીય ઓફ સ્પિનર ​​હરભજન સિંહ, મયંક અગ્રવાલ, વસીમ જાફરના નામ પણ સામેલ છે.

રોહિત શર્માએ યાદો તાજી કરી

આ પ્રસંગે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ થોડા મહિના જૂનો ફોટો શેર કર્યો છે. T20 વર્લ્ડ કપ 2024 પછી મુંબઈમાં આયોજિત વિજય પરેડ દરમિયાન બસમાં તિરંગો પકડેલો ફોટોને તેણે સોશિયલ મીડિયા સાઈટ X પર પોસ્ટ કર્યો છે.

સચિન તેંડુલકરે X પર લખ્યું, "હિમાલયથી હિંદ મહાસાગર સુધી, ચમકતા શહેરોથી ગામડાઓ સુધી, આપણી શક્તિ આપણી વિવિધતામાં રહેલી છે. મને આ અદ્ભુત રાષ્ટ્રનો નાગરિક હોવાનો ગર્વ છે. પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ. જય હિન્દ."

હરભજન સિંહે લખ્યું, "ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આજે એ દિવસ છે જ્યારે આપણે 1950માં બંધારણ અપનાવ્યા પછી આપણા દેશની ગૌરવપૂર્ણ યાત્રાને યાદ કરીએ છીએ અને તે લોકશાહી સિદ્ધાંતોને જાળવી રાખવાની આપણી પ્રતિબદ્ધતાને મજબૂત  કરીએ છીએ. જે આપણને આવનારી પેઢીઓ માટે ઉજ્જવળ, વધુ સુમેળભર્યા ભવિષ્યના નિર્માણ માટે સાથે મળીને કામ કરવા પ્રેરણા આપે છે."

ઈરફાન પઠાણે તિરંગો ફરકાવતો વીડિયો શેર કરી સાથે લખ્યું, "પ્રજાસત્તાક દિવસ પર, આપણે ભારતીય બંધારણની ભાવના, આપણા કાનૂની પાયાની ઉજવણી કરીએ છીએ જે દરેક નાગરિકને અધિકારો અને જવાબદારીઓ સાથે સશક્ત બનાવે છે. તે આપણા સમાજની તાકાત છે જે આપણને એક મજબૂત રાષ્ટ્ર તરીકે એક કરે છે.

ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે પણ શુભેચ્છા આપી છે, તેણે લખ્યું છે, "ચાલો, આપણા મહાન રાષ્ટ્રની પ્રગતિશીલ ભાવના પર ચિંતન કરવા માટે થોડો સમય કાઢીએ, જેણે મને હંમેશા આપણા દેશ માટે મારું શ્રેષ્ઠ આપવા માટે પ્રેરણા આપી છે. આપણે પડકારોથી ઉપર ઉઠતા રહીએ, આપણી પ્રગતિની ઉજવણી કરતા રહીએ અને મહાનતા માટે પ્રયત્નશીલ રહીએ."

આ સિવાય મયંક અગ્રવાલ અને  વસીમ જાફરે પણ આ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

આ સમાચાર શેર કરો