Republic Day 2025 / અમિતાભ બચ્ચનથી લઈને હેમા માલિની સુધી, સેલેબ્સે પાઠવી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા
આજે દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત આજે તેના બંધારણની ઉજવણી કરી રહ્યું છે અને આવી સ્થિતિમ

આજે દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત આજે તેના બંધારણની ઉજવણી કરી રહ્યું છે અને આવી સ્થિતિમાં લોકો એકબીજાને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સે પણ સોશિયલ મીડિયા દ્વારા ભારતીયોને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી છે. અમિતાભ બચ્ચન, હેમા માલિની, અક્ષય કુમારથી લઈને અનુપમ ખેર સુધી, બધાએ પ્રજાસત્તાક દિવસ પર તેમના ફેન્સને શુભેચ્છા પાઠવી છે.
આ પણ વાંચો: અક્ષય કુમારે બે જ દિવસમાં બગડ્યો કંગના અને અજયનો ખેલ! 'સ્કાય ફોર્સ' પર થયો પૈસાનો વરસાદ
અક્ષય કુમારે X પર પ્રજાસત્તાક દિવસનું મોશન પોસ્ટર શેર કર્યું. આ સાથે તેણે લખ્યું - 'સ્વતંત્રતા ફક્ત આપણો અધિકાર નથી, તે આપણી જવાબદારી પણ છે. ગઈકાલના બલિદાનને કારણે આજે આપણે આઝાદ છીએ. ચાલો આપણે આપણા કાર્યોથી આ સ્વતંત્રતાનું સન્માન કરીએ અને ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જઈએ. પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ.'
હેમા માલિનીએ એક વીડિયો શેર કરીને શુભેચ્છા પાઠવી
હેમા માલિનીએ એક વીડિયો શેર કરીને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી છે. વીડિયોમાં તેણે કહ્યું, 'પ્રજાસત્તાક દિવસના આ મહાન પ્રસંગે, હું તે બધા સ્વતંત્રતા સેનાનીઓ, બંધારણના ઘડવૈયાઓ અને બહાદુર સૈનિકોને સલામ કરું છું. જેમણે દેશને આઝાદ કરવા, મજબૂત કરવા અને રક્ષણ આપવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. શ્રેષ્ઠ લોકશાહી મૂલ્યો અને આદર્શો ધરાવતું આપણું પ્રજાસત્તાક આજે વિશ્વમાં એક ખાસ ઓળખ ધરાવે છે અને આ આપણા બધા ભારતીયો માટે ગર્વની વાત છે. ચાલો આપણે બધા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દૃઢ નિશ્ચય સાથે આગળ વધીએ, જય હિંદ, જય ભારત.
અમિતાભ બચ્ચન અને અનુપમ ખેરે પણ શુભેચ્છાઓ પાઠવી
અમિતાભ બચ્ચને X પર પોસ્ટ કરી લખ્યું- 'પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.' અનુપમ ખેરે પણ પોસ્ટ કરીને લખ્યું- 'વિશ્વભરના તમામ ભારતીયોને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ. જય હિન્દ.' આ ઉપરાંત માધુરી દીક્ષિતે પણ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી.






