IND vs NZ / ભારતીય ટીમે જીત્યો ટોસ, પહેલા બોલિંગ કરવાનો લીધો નિર્ણય; અર્શદીપની થઈ વાપસી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ ODIની સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ ઈન્દોરના હોલ્કર સ્

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ ODIની સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચના વિજેતા સિરીઝ પણ જીતશે. આ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ત્રીજી ODI માટે અર્શદીપ સિંહની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી થઈ છે. અર્શદીપને પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ ન્યુઝીલેન્ડે તેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નથી કર્યો.
11 જાન્યુઆરીએ શરૂ થયેલી આ ODI સિરીઝની આજે નિર્ણાયક મેચ છે. આ સિરીઝ હાલમાં 1-1થી બરાબરી પર છે. તેથી બંને ટીમો આ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવા માંગશે. વડોદરામાં રમાયેલી સિરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમે 4 વિકેટથી જીત મેળવી હતી. જ્યારે રાજકોટમાં રમાયેલી બીજી મેચ ન્યુઝીલેન્ડે 7 વિકેટથી જીત હતી. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં આજ સુધી એકપણ ODI નથી હારી. ભારતીય ટીમે આ મેદાન પર 7 ODI રમી છે અને દરેકમાં જીત મેળવી છે. જ્યારે કિવી ટીમ આજ સુધી ભારતમાં ક્યારેય ODI સિરીઝ નથી જીતી.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.
ન્યુઝીલેન્ડ: ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, મિચેલ હે (વિકેટકીપર), માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ઝકારી ફાઉલકેસ, ક્રિશ્ચિયન ક્લાર્ક, કાઈલ જેમીસન અને જેડેન લેનોક્સ.






