IND vs NZ / વડોદરામાં ભારતે જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરશે ન્યુઝીલેન્ડ; શ્રેયસ અય્યરની થઈ વાપસી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સિરીઝની પહેલી મેચ વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સિરીઝની પહેલી મેચ વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પહેલા બેટિંગ કરીને ન્યુઝીલેન્ડ એક ઉચ્ચ સ્કોર બનાવવાનું લક્ષ્ય રાખશે. આ મેચમાં શ્રેયસ અય્યરની વાપસી થઈ છે. તે 2 મહિનાથી વધુ સમય બાદ ઈન્ટરેનેશનલ ક્રિકેટ રમશે. આ સિવાય ભારતે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ સ્પિનર અને ત્રણ ફાસ્ટ બોલરને સ્થાન આપ્યું છે, જેમાં મોહમ્મદ સિરાજની પણ વાપસી થઈ છે, જેને સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. બીજી તરફ ક્રિશ્ચિયન ક્લાર્ક ન્યુઝીલેન્ડ માટે ડેબ્યુ કરી રહ્યો છે.
પહેલી ODI માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ન્યુઝીલેન્ડ: ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, મિચેલ હે (વિકેટકીપર), માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ઝકારી ફાઉલ્કેસ, ક્રિશ્ચિયન ક્લાર્ક, કાઈલ જેમીસન અને આદિત્ય અશોક.






