મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Asia cup final: ભારતે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરવા નિર્ણય

દુબઈ ખાતે રમાનારી એશિયા કપની ફાઇનલમાં આજે ભારત અને પાકિસ્તાન ટકરાશે. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવ

Asia cup final: ભારતે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરવા નિર્ણય

 દુબઈ ખાતે રમાનારી એશિયા કપની ફાઇનલમાં આજે ભારત અને પાકિસ્તાન ટકરાશે. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  અગાઉ, ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજ અને સુપર-4માં પાકિસ્તાનને હરાવ્યું હતું.

ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ એશિયા કપ ફાઈનલ

એશિયા કપનો ઈતિહાસ 41 વર્ષ જૂનો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પહેલીવાર હશે જ્યારે ભારત અને પાકિસ્તાન એશિયા કપ ફાઈનલમાં એકબીજા સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાએ આઠ વખત ટુર્નામેન્ટ જીતી છે, જ્યારે પાકિસ્તાને ફક્ત બે વાર એશિયા કપ ટાઈટલ જીત્યું છે.

દુબઈ પિચ રિપોર્ટ

આ હવામાનમાં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ ખૂબ જ ધીમી છે. ફાઈનલમાં પણ પિચ ધીમી રહેશે. શરૂઆતની ઓવર્સમાં અહીં ઝડપી રન બનાવી શકાય છે, પરંતુ એકવાર બોલ જૂનો થઈ જાય, તો સ્પિનર્સ પ્રભુત્વ મેળવશે. ડ્યુનો પ્રભાવ પડવાની શક્યતા ઓછી છે. જોકે, એશિયા કપમાં આ મેદાન પર રન ચેઝ કરવા સરળ રહ્યા છે.

મેચ પ્રિડિક્શન

ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર છે. ટીમ ઈન્ડિયા દરેક પાસામાં આગળ હોવાનું જણાય છે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનવા માટે મજબૂત દાવેદાર છે. ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં પહેલા જ બે વખત પાકિસ્તાનને હારવી ચૂકી છે. જો ટીમ આજે પણ પહેલા જેવું પ્રદર્શન કરે છે, તો તેની જીતવાની શક્યતા ઘણી છે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ સહિત દરેક વિભાગમાં, ટીમ ઈન્ડિયા પાકિસ્તાની ટીમ કરતાં આગળ અને શ્રેષ્ઠ જણાય છે.

આ સમાચાર શેર કરો