Hockey Asia Cup 2025 / આજે ચોથી વખત ફાઈનલમાં ટકરાશે ભારત અને સાઉથ કોરિયા, જાણો ક્યાં જોઈ શકશો લાઈવ

હોકી એશિયા કપ 2025ની ફાઈનલ મેચ આજે (7 સપ્ટેમ્બર) ભારત અને સાઉથ કોરિયા વચ્ચે રમાવાની છે. જ્યારે બંને ટીમો સુપર 4માં ટકરાઈ હતી, ત્યારે મેચ 2-2થી ડ્રો રહી હતી. આ ચોથી વખત છે જ્યારે ભારત અને સાઉથ કોરિયા એશિયા કપના ટાઈટલ માટે ટકરાશે. જાણો મેચનું લાઇવ ટેલિકાસ્ટ કઈ ચેનલ પર થશે, કઈ એપ પર લાઇવ સ્ટ્રીમિંગ થશે. મેચનો સમય અને અન્ય વિગતો.
ભારતે પૂલ સ્ટેજમાં ત્રણેય મેચ જીતી હતી અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર હતું. સાઉથ કોરિયાએ 3માંથી 2 મેચ જીતી હતી અને પૂલ Bમાં બીજા સ્થાને હતું. સુપર 4 સ્ટેજમાં, ભારત અને સાઉથ કોરિયાનો એકબીજા સાથે મુકાબલો થયો હતો, જે 2-2થી ડ્રો રહ્યો હતો. આ પછી, સાઉથ કોરિયા ચીન સામે હારી ગયું અને મલેશિયાને 4-3થી હરાવ્યું. જ્યારે ભારતે મલેશિયા (4-1) અને ચીન (7-0) ને ખરાબ રીતે હરાવ્યું હતું.
ફાઈનલમાં ભારત અને સાઉથ કોરિયાના આંકડા
1994માં, સાઉથ કોરિયાએ ફાઈનલમાં ભારતને હરાવીને પોતાનું પહેલું એશિયા કપ ટાઈટલ જીત્યું હતું. આ પછી, 2007માં, બંને ટાઇટલ માટે ટકરાયા, જેમાં ભારતીય હોકી ટીમે જીત મેળવી હતી. છેલ્લી વખત 2013માં બંને ફાઈનલમાં એકબીજા સામે ટકરાયા હતા, જ્યારે કોરિયાએ ટાઇટલ મેચ 4-3થી જીતી હતી. સાઉથ કોરિયાની ટીમ પોતાના ટાઈટલને ડિફેન્ડ કરવા માટે મેદાનમાં ઉતરશે, તેણે કુલ 5 વખત ટાઈટલ જીત્યું છે. જ્યારે ભારતે 3 વખત હોકી એશિયા કપનું ટાઈટલ જીત્યું છે.
ભારતે કયા વર્ષોમાં એશિયા કપ ટાઈટલ જીત્યું?
- 2003 - ફાઈનલમાં પાકિસ્તાનને 4-2થી હરાવ્યું
- 2007 - ફાઈનલમાં સાઉથ કોરિયાને 7-2થી હરાવ્યું
- 2017 - ફાઈનલમાં મલેશિયાને 2-1થી હરાવ્યું
એશિયા કપ 2025ની ફાઈનલ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
ભારત અને સાઉથ કોરિયા વચ્ચે એશિયા કપની ફાઈનલ મેચ આજે એટલે કે રવિવાર, 7 સપ્ટેમ્બર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
ફાઈનલ મેચ કયા સ્થળે રમાશે?
ભારત અને સાઉથ કોરિયા વચ્ચે એશિયા કપની ફાઈનલ મેચ બિહારના રાજગીરના રાજગીર હોકી સ્ટેડિયમ ખાતે રમાશે.
ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોવું?
તમે સોનીલીવ એપ અને વેબસાઈટ પર ભારત અને સાઉથ કોરિયા વચ્ચે હોકી એશિયા કપની ફાઈનલ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.
ફાઈનલ મેચ કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો?
ભારત અને સાઉથ કોરિયા વચ્ચે હોકી એશિયા કપની ફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ 1 ચેનલ પર કરવામાં આવશે.

