Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Australia announces squad for Women's ODI World Cup 2025

Women's ODI World Cup 2025 / ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી સ્કવોડ, મિચેલ સ્ટાર્કની પત્ની સંભાળશે કમાન

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Women's ODI World Cup 2025 / ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી સ્કવોડ, મિચેલ સ્ટાર્કની પત્ની સંભાળશે કમાન
સોર્સ : Google

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. મિચેલ સ્ટાર્કની પત્ની એલિસા હેલીને કેપ્ટન બનાવવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન ટીમનો પહેલો મુકાબલો 1 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ સાથે થશે. ઓસ્ટ્રેલિયા આ ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કરશે, જેણે ગઈ એડિશન (2022) માં ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

App Store

ઓસ્ટ્રેલિયન વિમેન્સ ક્રિકેટ ટીમ ખૂબ જ મજબૂત દેખાય છે. તેની ઘણી ખેલાડીઓ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માં ભારતમાં રમે છે, જેનો તેમને વર્લ્ડ કપમાં પણ ફાયદો થઈ શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સિલેક્ટરર શોન ફેગલરે સ્વીકાર્યું કે ભારતમાં રમવું એક મોટો પડકાર હશે પરંતુ તેણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે તેની ટીમ આ પડકારનો સામનો કરશે. તેણે કહ્યું, "આ ટીમમાં સમાવિષ્ટ ખેલાડીઓએ છેલ્લા કેટલાક સમયમાં વિમેન્સ પ્રીમિયર લીગમાં રમીને જે અનુભવ મેળવ્યો છે તેનાથી ભારતની મુશ્કેલ પરિસ્થિતિઓને સમજવામાં સરળતા રહેશે."

2022ની ચેમ્પિયન ટીમની 10 ખેલાડીઓનો ટીમમાં સમાવેશ

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે 2022નો વર્લ્ડ કપ ટાઈટલ જીત્યું હતું. અગાઉ, ટીમ 6 વખત ટાઈટલ જીતી ચૂકી હતી, એટલે કે 2025માં તે તેના 8મા ટાઈટલ માટે રમશે. 2022માં ટાઈટલ જીતનાર ટીમની 10 ખેલાડીઓનો પણ આ ઓસ્ટ્રેલિયન ટીમમાં સમાવેશ થાય છે. તેમાં એલિસા હેલી, બેથ મૂની, એલિસ પેરી વગેરેનો સમાવેશ થાય છે.

વિમેન્સ વર્લ્ડ કપ 2025 માટે ઓસ્ટ્રેલિયાની ટીમ

એલિસા હેલી (કેપ્ટન), ડાર્સી બ્રાઉન, એશ ગાર્ડનર, કિમ ગાર્થ, ગ્રેસ હેરિસ, અલાના કિંગ, સોફી મોલિનેક્સ, બેથ મૂની, એલિસ પેરી, ફીબી લિચફિલ્ડ, તાહલિયા મેકગ્રા, જ્યોર્જિયા વોલ, જ્યોર્જિયા વારહેમ, મેગન શટ, એનાબેલ સધરલેન્ડ.

ઓસ્ટ્રેલિયાનું શેડ્યૂલ

  • 1 ઓક્ટોબર- vs ન્યુઝીલેન્ડ (ઈન્દોર)
  • 4 ઓક્ટોબર- vs શ્રીલંકા (કોલંબો)
  • 8 ઓક્ટોબર- vs પાકિસ્તાન (કોલંબો)
  • 12 ઓક્ટોબર- vs ભારત (વિશાખાપટ્ટનમ)
  • 16 ઓક્ટોબર- vs બાંગ્લાદેશ (વિશાખાપટ્ટનમ)
  • 22 ઓક્ટોબર- vs ઈંગ્લેન્ડ (ઈન્દોર)
  • 25 ઓક્ટોબર- vs સાઉથ આફ્રિકા (ઈન્દોર)

ઓસ્ટ્રેલિયા વિમેન્સ  ક્રિકેટ ટીમે કેટલા ODI વર્લ્ડ કપ જીત્યા છે?

ઓસ્ટ્રેલિયા વિમેન્સ ક્રિકેટ ટીમે કુલ 7 ODI વર્લ્ડ કપ જીત્યા છે. ટીમે 1978માં ફાઈનલ રમ્યા વિના પોઈન્ટના આધારે પોતાનો પહેલો ખિતાબ જીત્યો હતો. આ પછી, ટીમે 1982, 1988, 1997, 2005, 2013 અને 2022માં ખિતાબ જીત્યો છે.