Women WorldCup Prize Money: મહિલા વર્લ્ડકપ ચેમ્પિયનને મેન્સ કરતા વધુ પ્રાઇઝ મની મળશે, ICCએ તસવીર બદલી

મહિલા વન ડે વર્લ્ડકપ 2025નું આયોજન 30 સપ્ટેમ્બરથી ભારતમાં રમાશે. આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 2 નવેમ્બરથી રમાશે. ભારતના ચાર અને શ્રીલંકાના એક શહેરમાં આ ટૂર્નામેન્ટનું આયોજન થશે. પાકિસ્તાનની ટીમ ભારત નહીં આવે માટે તે પોતાની મેચ શ્રીલંકાના પાટનગર કોલંબોમાં રમશે.
12 વર્ષ પછી મહિલા વર્લ્ડકપ ભારતમાં રમાશે
આવું 12 વર્ષમાં પ્રથમ વખત થવા જઇ રહ્યું છે જ્યારે મહિલા વર્લ્ડકપની યજમાની ભારત કરશે. આ વચ્ચે ICCએ મહિલા વર્લ્ડકપ 2025ની પ્રાઇઝ મનીની જાહેરાત કરી છે જેમાં ગત વખતની તુલનામાં 4 ગણો વધારો કરવામાં આવ્યો છે.
Women's WorldCup ચેમ્પિયનને કેટલા રૂપિયા મળશે?
ICCએ મહિલા વન ડે વર્લ્ડકપ 2025 માટે પ્રાઇઝ મનીની જાહેરાત કરી છે. ટૂર્નામેન્ટ માટે કૂલ પ્રાઇઝ મની $ 13.88 મિલિયન ડૉલર (122 કરોડ રૂપિયા) છે, જે 2022ની સિઝન કરતા 297 ટકા વધારે છે.
કૂલ ઇનામી રકમે ભારતમાં બે વર્ષ પહેલા યોજાયેલ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપને પાછળ છોડી દીધી છે જેની કૂલ ઇનામી રકમ 10 મિલિયન ડૉલર હતી. આ ICCની એક સ્ટ્રેટેજી છે જે મહિલા ક્રિકેટના ગ્રોથ માટે છે.
મહિલા વર્લ્ડકપની વિજેતા ટીમની રકમમાં 239%નો વધારો કરવામાં આવ્યો છે અને વિજેતા બનનારી ટીમને હવે $4.48 મિલિયન (લગભગ 39.4 કરોડ) મળશે. રનર્સઅપ રહેનારી ટીમને $2.24 મિલિયન (લગભગ 19.48 કરોડ) મળશે.

