મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Asia Cup T20: આજે ભારત પ્રભુત્વ જાળવી રાખવાના ઇરાદે બાંગ્લાદેશ સામે ઉતરશે,આ ખેલાડીને મળી શકે તક

પાકિસ્તાન સામે વિસ્ફોટક બેટિંગને સહારે ધમાકેદાર જીત હાંસલ કરનારી ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે એશિયા કપ

Asia Cup T20: આજે ભારત પ્રભુત્વ જાળવી રાખવાના ઇરાદે બાંગ્લાદેશ સામે ઉતરશે,આ ખેલાડીને મળી શકે તક

પાકિસ્તાન સામે વિસ્ફોટક બેટિંગને સહારે ધમાકેદાર જીત હાંસલ કરનારી ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે એશિયા કપ ટી-20ની સુપર ફોરની મેચમાં ઉતરશે. ટી-20 ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાની નજર બાંગ્લાદેશ સામે વિજયી પ્રભુત્ત્વ આગળ ધપાવવા તરફ રહેશે.

ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે અત્યાર સુધી કૂલ 20 મેચ રમી છે અને તેમાંથી ટીમ ઇન્ડિયાનો 16 મેચમાં વિજય થયો છે જ્યારે એકમાત્ર મેચ-બાંગ્લાદેશ વર્ષ 2019માં જીત્યું હતું. સૂર્યકુમાર યાદવના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમ તેનો દબદબો આગળ ધપાવવા માટે સજ્જ છે. ભારત સુપર ફોરમાં બીજી જીત મેળવતા ફાઇનલ તરફ આગેકૂચ કરવાનો પ્રયાસ કરશે.

ભારત-બાંગ્લાદેશની ટીમના સ્પિનરો પર રહેશે નજર

દુબઇમાં સાંજે 8 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. ભારત અને બાંગ્લાદેશની ટીમના સ્પિનરો આગવું આકર્ષણ જમાવશે. ભારતીય ટીમના ઓપનર અભિષેક શર્માએ પાકિસ્તાન સામેની ટી-20માં વિસ્ફોટક અડધી સદી સાથે ફોર્મ મેળવી લીધું છે. જ્યારે ગિલે પણ આગવો ટચ હાંસલ કર્યો છે.ઓમાન બાદ પાકિસ્તાન સામેની મેચમાં પણ ભારતની બોલિંગ ચિંતાનો વિષય બની હતી. હવે એશિયા કપની ફાઇનલ અગાઉ ભારત બોલિંગ ડિપાર્ટમેન્ટમાં કેટલાક સુધારા કરે તો નવાઇ નહીં.

ભારતીય બેટિંગ આત્મવિશ્વાસથી ભરપૂર

ટીમ ઇન્ડિયાની બેટિંગ લાઇનઅપમાં ભારે આત્મવિશ્વાસની સાથે નવું જોશ જોવા મળી રહ્યું છે. પાકિસ્તાન સામેના હાઇવોલ્ટેજ જંગમાં અભિષેક અને ગિલની જોડીએ ઝંઝાવાત જગાવ્યો હતો. અભિષેકે પાકિસ્તાન સામે 189.74ના સ્ટ્રાઇક રેટથી અને ગિલે 167.85ના સ્ટ્રાઇકરેટથી રન ફટકાર્યા હતા. સૂર્યકુમાર અગાઉ તેનું ફોમ દેખાડી ચૂક્યો છે જ્યારે તિલક વર્મા, સેમસન અને હાર્દિક તેમજ અક્ષર ઉપયોગી બેટિંગ માટે જાણીતા છે.આવી સ્થિતિમાં ભારતીય બેટિંગ લાઇનઅપ સ્વાભાવિક રીતે જ બાંગ્લાદેશ પર ભારે પડી શકે છે.

ભારતની સંભવિત ટીમ: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ

બાંગ્લાદેશની સંભવિત ટીમ: સૈફ હસન, તન્ઝીદ, લિટન દાસ (કેપ્ટન, વિકેટકીપર), હ્દોય, શમીમ, જાકેર, મહેદી, નાસુમ, તસ્કીન, તન્ઝીમ, રહમાન.

આ સમાચાર શેર કરો