India Cricket Team 2026 Schedule / ટીમ ઈન્ડિયા સામે હશે મોટા લક્ષ્યો, જાણો આ વર્ષ માટે ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ

વર્ષ 2025 પૂર્ણ થઈ ગયું છે અને ક્રિકેટ ફેન્સ હવે 2026માં ક્રિકેટના રોમાંચ માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું, જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ ભારતીય ફેન્સ માટે ભાવનાત્મક ક્ષણ હતી. હવે ટીમ ઈન્ડિયા નવા વર્ષની સાથે નવી શરૂઆત કરવા માટે તૈયાર છે. ચાલો ટીમ ઈન્ડિયાના 2026 શેડ્યૂલ વિશે જાણીએ.
2026 ભરપૂર ક્રિકેટ એક્શન લાવશે
નવું વર્ષ એટલે કે 2026 ભારતીય ક્રિકેટ માટે જબરદસ્ત ઉત્સાહ લાવવા માટે તૈયાર છે. ભારતીય મેન્સ ટીમ ઘણી મોટી ટુર્નામેન્ટ અને સિરીઝમાં ભાગ લેતી જોવા મળશે. વર્ષની શરૂઆતમાં ટીમ ઈન્ડિયા 11 જાન્યુઆરી, 2026થી ન્યુઝીલેન્ડ સામે 3 ODI અને 5 T20I મેચની સિરીઝ રમશે.
IND vs NZ ODI સિરીઝનું શેડ્યૂલ
- 11 જાન્યુઆરી: પહેલી ODI, વડોદરા
- 14 જાન્યુઆરી: બીજી ODI, રાજકોટ
- 18 જાન્યુઆરી: ત્રીજી ODI, ઈન્દોર
IND vs NZ T20I સિરીઝનું શેડ્યૂલ
- 21 જાન્યુઆરી: પહેલી T20I મેચ, નાગપુર
- 23 જાન્યુઆરી: બીજી T20I મેચ, રાયપુર
- 25 જાન્યુઆરી: ત્રીજી T20I મેચ, ગુવાહાટી
- 28 જાન્યુઆરી: ચોથી T20I મેચ, વિશાખાપટ્ટનમ
- 31 જાન્યુઆરી: પાંચમી T20I મેચ, તિરુવનંતપુરમ
ભારતની નજર T20 વર્લ્ડ કપમાં ટાઈટલને ડિફેન્ડ કરવા પર હશે
ટીમ ઈન્ડિયા ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ઈતિહાસ રચવાનો પ્રયાસ કરશે. ભારત આ ટુર્નામેન્ટમાં ટાઈટલ ડિફેન્ડ કરનારી પ્રથમ ટીમ બનવાનું લક્ષ્ય રાખશે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે અને ફાઈનલ 8 માર્ચે રમાશે.
T20 વર્લ્ડ કપમાં ભારતની ગ્રુપ સ્ટેજ મેચો
- 7 ફેબ્રુઆરી: ભારત vs USA, મુંબઈ
- 12 ફેબ્રુઆરી: ભારત vs નામિબિયા, દિલ્હી
- 15 ફેબ્રુઆરી: ભારત vs પાકિસ્તાન, કોલંબો
- 18 ફેબ્રુઆરી: ભારત vs નેધરલેન્ડ, અમદાવાદ
T20 વર્લ્ડ કપમાં સુપર 8 અને નોકઆઉટ મેચો 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન રમાશે.
જૂન 2026: અફઘાનિસ્તાન ભારતનો પ્રવાસ કરશે (3 ODI + 1 ટેસ્ટ)
જુલાઈ 2026માં ભારત ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે
ટીમ ઈન્ડિયા જુલાઈ 2026માં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે, જ્યાં 5 T20I અને 3 ODI મેચની સિરીઝ રમાશે રમાશે. 2027 ODI વર્લ્ડ કપની તૈયારી માટે આ પ્રવાસ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
IND vs ENG T20I સિરીઝનું શેડ્યૂલ
- 1 જુલાઈ: પ્રથમ T20I, ડરહામ
- 4 જુલાઈ: બીજી T20I, માન્ચેસ્ટર
- 7 જુલાઈ: ત્રીજી T20I, નોટિંઘમ
- 9 જુલાઈ: ચોથી T20I, બ્રિસ્ટલ
- 11 જુલાઈ: પાંચમી T20I, સાઉથેમ્પ્ટન
IND vs ENG ODI સિરીઝનું શેડ્યૂલ
- 14 જુલાઈ: પ્રથમ ODI, બર્મિંઘમ
- 16 જુલાઈ: બીજી ODI, કાર્ડિફ
- 19 જુલાઈ: ત્રીજી ODI, લંડન (લોર્ડ્સ)
ઓગસ્ટ 2026: ભારતનો શ્રીલંકા પ્રવાસ (2 ટેસ્ટ)
સપ્ટેમ્બર 2026: ટીમ ઈન્ડિયા ન્યુટ્રલ વેન્યુ પર અફઘાનિસ્તાન સામે 3 મેચની T20I સિરીઝ રમશે
સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026: વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ (3 ODI, 5 T20I)
ઓક્ટોબર-નવેમ્બર 2026: ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ (2 ટેસ્ટ, 3 ODI અને 5 T20I)
ડિસેમ્બર 2026: શ્રીલંકાનો ભારત પ્રવાસ (3 ODI અને 3 T20I)
2026 ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ વ્યસ્ત અને પડકારજનક વર્ષ બનવાનું છે, જેમાં યુવા ખેલાડીઓ અને અનુભવી સ્ટાર્સ બંને મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવશે. 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપની સફળતા પછી બધાની નજર ટીમ ઈન્ડિયા પર રહેશે કે તે આગામી વર્ષમાં કેટલો ઈતિહાસ રચી શકે છે.

